<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

​બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી સફળતા: મેટ્રો ટનલની ઉપર ૧૦૯૮ મેટ્રિક ટન વજનનોઅમદાવાદ જિલ્લામાં અંડરગ્રાઉન્ડ મેટ્રો ટનલની બરાબર ઉપર ૧૦૦ મીટર લાંબો અને ૧૦૯૮ મેટ્રિક ટન વજનનો વિશાળ સ્ટીલ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો સ્ટીલ બ્રિજ તૈયાર: ​અમદાવાદ જિલ્લામાં અંડરગ્રાઉન્ડ મેટ્રો ટનલની બરાબર ઉપર ૧૦૦ મીટર લાંબો અને ૧૦૯૮ મેટ્રિક ટન વજનનો વિશાળ સ્ટીલ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો

​ભારતના મહત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં એક નવી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. ગુજરાતમાં નિર્માણાધીન કોરિડોરના ૧૩મા પુલનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.  છે. આ પુલ કાલુપુર અને શાહપુર મેટ્રો સ્ટેશનોને જોડતી ભૂમિગત મેટ્રો લાઇન પર બનાવવામાં આવ્યો છે.

​નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ) ના જણાવ્યા મુજબ, મેટ્રો ટનલ પર કોઈ ભાર ન આવે તે માટે આ પુલની ડિઝાઇનમાં ખાસ ફેરફાર કરીને તેને કોંક્રીટના બદલે સ્ટીલ ટ્રસ બ્રિજ તરીકે બનાવવામાં આવ્યો છે. આ પુલ જમીનથી ૧૬.૫ મીટરની ઊંચાઈ પર સ્થાપિત કરવામાં આવ્યો છે. બુલેટ ટ્રેનની મહત્તમ ઝડપ ૩૨૦ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે, જેના કારણે મુંબઈથી અમદાવાદ વચ્ચેનું ૫૧૯ કિલોમીટરનું અંતર માત્ર ૨ કલાક અને ૭ મિનિટમાં કાપી શકાશે.

​આ પ્રોજેક્ટ માટે કુલ ૧૨ સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે, જેમાં વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી ગુજરાતમાં હશે, જ્યારે મહારાષ્ટ્રમાં બોઈસર, વિરાર, થાણે અને મુંબઈ સ્ટેશન હશે. વર્ષ ૨૦૨૬ સુધીમાં દક્ષિણ ગુજરાતના સુરત અને બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનનો પ્રથમ તબક્કો શરૂ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

(3:39 PM IST)