હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
'મારી પાસે બોમ્બ છે': બેંગલુરુ એરપોર્ટ પર સુરક્ષા તપાસની પ્રક્રિયાથી કંટાળીને કરેલી મજાક યાત્રીને ભારે પડી, પોલીસે ધરપકડ કરી: અમદાવાદ આવતી ઈન્ડિગોની ફ્લાઈટમાં સુરક્ષા તપાસ દરમિયાન ૫૨ વર્ષીય બિઝનેસમેને બોમ્બ હોવાની વાત કરતા હોબાળો મચ્યો: ૫૨ વર્ષીય બિઝનેસમેન અબૂ અકીલ અઝહરની બોમ્બ હોવાની ખોટી માહિતી આપવા બદલ ધરપકડ

હવાઈ મુસાફરી દરમિયાન સુરક્ષા બાબતે કરવામાં આવતી મજાક કેટલી ભારે પડી શકે છે તેનો તાજો દાખલો બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોવા મળ્યો છે. અહીં અમદાવાદ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા ૫૨ વર્ષીય બિઝનેસમેન અબૂ અકીલ અઝહરની બોમ્બ હોવાની ખોટી માહિતી આપવા બદલ ધરપકડ કરવામાં આવી છે.
ઘટનાની વિગત મુજબ, બુધવારે સવારે ટર્મિનલ ૧ ના એરોબ્રિજ ગેટ નંબર ૩૦ પર સવારે ૬:૧૨ વાગ્યે સિક્યોરિટી ચેકિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન સુરક્ષા પ્રક્રિયાથી કંટાળીને અને હતાશામાં અબૂ અકીલે સ્ટાફને કહ્યું હતું કે તેમની પાસે "બે નાના બોમ્બ" છે. આ નિવેદન બાદ તુરંત જ સુરક્ષા પ્રોટોકોલ સક્રિય કરી દેવામાં આવ્યો હતો અને ફ્લાઈટ તથા મુસાફરોની સુરક્ષા જોખમમાં મુકાઈ હતી.
ઈન્ડિગોના સિક્યોરિટી મેનેજર રુશાદ હોમીએ આ અંગે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું હતું કે સુરક્ષા તપાસની પ્રક્રિયાથી કંટાળીને તેણે આ ટિપ્પણી કરી હતી. પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) ની કલમ ૧૨૫ અને ૩૫૩(૧)(બી) હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
