હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શું બ્લેક કોફી પીનારા લોકોમાં 'સાઈકોપેથ' જેવા લક્ષણો હોય છે? ચોંકાવનારો રિસર્ચ રિપોર્ટ: કડવો સ્વાદ પસંદ કરતા લોકોમાં નાર્સિસિઝમ અને સેડિઝમ જેવા અસામાજિક લક્ષણો જોવા મળ્યાનો દાવો, જોકે નિષ્ણાતોએ ગભરાવાની ના પાડી: કહ્યું કે બ્લેક કોફી પસંદ હોવાનો અર્થ એ નથી કે વ્યક્તિ 'સુપરવિલન' છે, પરંતુ તેનો અર્થ એ થઈ શકે છે કે તેમનામાં કડવાશ સહન કરવાની ક્ષમતા વધુ છે

જો તમે દૂધ અને ખાંડ વગરની બ્લેક કોફી પીવાના શોખીન હોવ, તો તાજેતરમાં ચર્ચામાં આવેલું એક સંશોધન તમારા માટે ચોંકાવનારું હોઈ શકે છે. એક દશક જૂના પણ ફરીથી વાયરલ થયેલા આ રિસર્ચ મુજબ, જે લોકો કડવો સ્વાદ પસંદ કરે છે તેમનામાં સાઈકોપેથિક (મનોરોગી) લક્ષણો હોવાની શક્યતા વધુ હોય છે.
આ અભ્યાસમાં સ્વાદ અને વ્યક્તિત્વ વચ્ચેના જોડાણને તપાસવામાં આવ્યું હતું. પરિણામોમાં જાણવા મળ્યું કે કડવા સ્વાદના શોખીનોમાં 'નાર્સિસિઝમ' (પોતાના પ્રેમમાં હોવું) અને 'સેડિઝમ' (બીજાને દુઃખ આપીને આનંદ મેળવવો) જેવા અસામાજિક લક્ષણો થોડા વધારે પ્રમાણમાં જોવા મળ્યા હતા. ફિલ્મોમાં પણ ઘણીવાર વિલન અથવા રહસ્યમય પાત્રોને બ્લેક કોફી પીતા દર્શાવવામાં આવે છે, જે આ માન્યતાને બળ આપે છે.
જોકે, વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોએ સ્પષ્ટતા કરી છે કે આ તારણોને ગંભીરતાથી લેવાની કે ગભરાવાની જરૂર નથી. કોઈ વ્યક્તિ બ્લેક કોફી માત્ર એટલે પણ પીતી હોય કે તે 'લેક્ટોઝ ઇનટોલરન્ટ' (દૂધ ન પચાવી શકતા) હોય અથવા કેલરી ઓછી કરવા માંગતા હોય. સ્વાદ એ વ્યક્તિત્વનો માત્ર એક નાનકડો હિસ્સો છે. એટલે કે, બ્લેક કોફી પસંદ હોવાનો અર્થ એ નથી કે વ્યક્તિ 'સુપરવિલન' છે, પરંતુ તેનો અર્થ એ થઈ શકે છે કે તેમનામાં કડવાશ સહન કરવાની ક્ષમતા વધુ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
