હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બ્રિટનમાં નકલી નોકરીઓ અને વિઝા સેટિંગ કરનારાઓની હવે ખેર નથી! સરકારે ઘડ્યો નવો કડક કાયદો
ખોટી વિઝા સ્પોન્સરશિપની જાહેરાત કરનારાઓને થશે જેલ અને અમર્યાદિત દંડ: ઓનલાઇન ચાલતા ‘વિઝા વેચવાના’ કાળા બજાર પર યુકે સરકારની સર્જિકલ સ્ટ્રાઈક

લંડન, તા.૩૦: યુનાઇટેડ કિંગડમ (UK) માં સ્થાયી થવાના સપના જોતા લોકોને છેતરીને લાખો રૂપિયા ખંખેરતા એજન્ટો અને નકલી કંપનીઓ પર બ્રિટિશ સરકારે લાલ આંખ કરી છે. બ્રિટિશ સરકારે જાહેરાત કરી છે કે હવેથી સોશિયલ મીડિયા કે અન્ય ઓનલાઇન પ્લેટફોર્મ પર ખોટી વિઝા સ્પોન્સરશિપ અથવા નકલી નોકરીઓની જાહેરાત કરવી એ ‘ફોજદારી ગુનો’ ગણાશે. આ નવો કાયદો આગામી સોમવારથી અમલમાં આવી રહ્યો છે.
તાજેતરમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, અનેક એજન્ટો યુકેમાં અસ્તિત્વ જ ન ધરાવતી હોય તેવી નોકરીઓ માટે ‘સ્પોન્સરશિપ સર્ટિફિકેટ’ વેચી રહ્યા છે. આ માટે સ્થળાંતર કરનારાઓ પાસેથી હજારો પાઉન્ડ વસૂલવામાં આવે છે અને કાગળ પર નકલી પગાર બતાવીને વિઝા મેળવવામાં આવે છે. આવા ૨૬ એજન્ટો અને ૨૫૦થી વધુ નકલી નોકરીઓના પુરાવા સામે આવ્યા બાદ સરકારે આ કડક નિર્ણય લીધો છે.
નવા કાયદામાં શું છે જોગવાઈ?
- અમર્યાદિત દંડ અને જેલ: જો કોઈ વ્યક્તિ કે સંસ્થા ઓનલાઇન માધ્યમથી ખોટી વિઝા સ્પોન્સરશિપની જાહેરાત કરતા પકડાશે, તો તેમને અમર્યાદિત રકમનો દંડ અને જેલની સજા થઈ શકે છે.
- સોશિયલ મીડિયા કંપનીઓ પર તવાઈ: નવા ‘ઓનલાઇન સેફ્ટી લો’ મુજબ, જો ફેસબુક કે એક્સ (X) જેવા પ્લેટફોર્મ આવી ગેરકાયદેસર જાહેરાતો નહીં હટાવે, તો તેમને તેમની વૈશ્વિક આવકના ૧૦% જેટલો તોતિંગ દંડ ફટકારવામાં આવશે.
- કડક તપાસ: ગૃહ મંત્રાલયે (Home Office) સ્પષ્ટ કર્યું છે કે ઇમિગ્રેશન સિસ્ટમનો દુરુપયોગ કરનારા છેતરપિંડી કરનારાઓ માટે હવે ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિ અપનાવવામાં આવશે.
બ્રિટનના ગૃહ સચિવ શબાના મહમૂદે આ મામલે જણાવ્યું છે કે, વધતા જતા ગેરકાયદેસર ઇમિગ્રેશનને રોકવું એ સરકારનું ‘નૈતિક મિશન’ છે. ખાસ કરીને ભારત જેવા દેશોમાંથી આવતા કુશળ કામદારો (Skilled Workers) ને નિશાન બનાવતા એજન્ટો પર હવે સતત નજર રાખવામાં આવશે. જે લોકો પાંચ વર્ષ યુકેમાં રહીને કાયમી રહેઠાણ (ILR) મેળવવા માંગે છે, તેઓ ઘણીવાર આવા શોર્ટકટ અપનાવે છે, પરંતુ હવે તે જેલના સળિયા પાછળ ધકેલી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
