હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારત પછી હવે ચીનમાં પણ નિપાહ વાયરસનો કહેર : બેઇજિંગ એરપોર્ટ પર સ્ક્રીનિંગ શરૂ
પશ્ચિમ બંગાળમાં બે કેસ બાદ બેઇજિંગ એલર્ટ મોડ પર: ભારતીય મુસાફરોના સ્વેબ ટેસ્ટ અને વિગતવાર તપાસ શરૂ

કોલકાતા: વિશ્વ હજુ કોરોનાના આંચકામાંથી માંડ બહાર આવ્યું છે ત્યાં 'નિપાહ' વાયરસના પડઘા ચીનમાં સંભળાવવા લાગ્યા છે. ડિસેમ્બર ૨૦૨૫માં પશ્ચિમ બંગાળમાં નિપાહના બે કેસ નોંધાયા બાદ ચીન સરકારે વગર વિલંબે એરપોર્ટ પર ભારતીય મુસાફરોનું સખત સ્ક્રીનિંગ શરૂ કરી દીધું છે. બેઇજિંગ આવતા પ્રવાસીઓએ જણાવ્યું કે તેમની શારીરિક તપાસની સાથે સ્વેબ ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. ચીની સ્વાસ્થ્ય સત્તાવાળાઓ ભલે દાવો કરતા હોય કે તેમના દેશમાં હજુ એક પણ કેસ નથી, પરંતુ ૧૯૯૮માં મલેશિયામાં તારાજી સર્જનાર આ વાયરસના ઉચ્ચ મૃત્યુદરને જોતા ચીને પોતાની મોનિટરિંગ સિસ્ટમને યુદ્ધના ધોરણે સક્રિય કરી છે.
નિપાહ વાયરસ એ ઝૂનોટિક વાયરસ છે, જેનો અર્થ છે કે તે પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે. ખાસ કરીને ફળ ખાતા ચામાચીડિયા આ વાયરસના મુખ્ય વાહક છે. જો કોઈ વ્યક્તિ આ ચામાચીડિયાના લાળ અથવા પેશાબથી દૂષિત થયેલા ફળો અથવા ખજૂરનો રસ પીવે છે, તો તે ગંભીર રીતે સંક્રમિત થઈ શકે છે. નિષ્ણાત લુ હોંગઝોઉના મતે, આ વાયરસ સીધો કેન્દ્રીય ચેતાતંત્ર પર હુમલો કરે છે, જેના કારણે મગજમાં સોજો આવી શકે છે. લક્ષણોમાં તીવ્ર તાવ, શ્વાસ લેવામાં તકલીફ અને માથાનો દુખાવો સામેલ છે, જે સંપર્કમાં આવ્યાના ૩ થી ૧૪ દિવસમાં દેખાય છે.
ભારતમાં પશ્ચિમ બંગાળના આ કેસોએ પડોશી દેશોની પણ ઊંઘ હરામ કરી દીધી છે. થાઈલેન્ડ, નેપાળ અને સિંગાપોર જેવા દેશોએ પણ ભારતથી આવતી ફ્લાઈટ્સ પર નજર રાખવાનું શરૂ કર્યું છે. જોકે, રાહતની વાત એ છે કે આ વાયરસ કોરોનાની જેમ હવામાંથી ઝડપથી ફેલાતો નથી, પરંતુ ચેપગ્રસ્ત વ્યક્તિના સીધા સંપર્ક દ્વારા સંક્રમણનું જોખમ ઘણું વધારે રહે છે. ચીની ગ્લોબલ ટાઈમ્સના અહેવાલ મુજબ, ભારત સાથે જમીન સરહદ ન હોવા છતાં 'ઇમ્પોર્ટેડ કેસ' (બહારથી આવતા દર્દીઓ) રોકવા માટે બોર્ડર અને એરપોર્ટ પર ચેકિંગને વધુ કડક બનાવવામાં આવ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
