<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

મુંબઈ બનશે વૈશ્વિક સપ્લાય ચેઇનનું હબ: ‘લોગીમેટ ઇન્ડિયા 2026’ માં 10 દેશોની 350 બ્રાન્ડ્સ બતાવશે દમ!

5 થી 7 ફેબ્રુઆરી દરમિયાન બોમ્બે એક્ઝિબિશન સેન્ટર ખાતે જામશે ઉદ્યોગ જગતનો મેળો: 500 થી વધુ નવીન ટેકનોલોજીનું થશે પ્રદર્શન

નવી દિલ્હી : ભારત સરકારના 'વિકસિત ભારત' વિઝનને વેગ આપવા માટે આવતા મહિને મુંબઈમાં લોજિસ્ટિક્સ ક્ષેત્રનું સૌથી મોટું પ્રદર્શન 'લોગીમેટ ઇન્ડિયા 2026' (LogiMAT India 2026) યોજાવા જઈ રહ્યું છે. આ મેગા ઇવેન્ટમાં વિશ્વના 10 થી વધુ દેશોની 350 અગ્રણી બ્રાન્ડ્સ ભાગ લેશે, જે ભારતની સપ્લાય ચેઇન અને ઇન્ટ્રાલોજિસ્ટિક્સ ક્ષમતાને વૈશ્વિક મંચ પૂરો પાડશે.

જર્મનીની મેસ્સે સ્ટુટગાર્ટની ભારતીય પેટાકંપની દ્વારા આયોજિત આ પ્રદર્શનની આ ત્રીજી આવૃત્તિ છે. આ કાર્યક્રમ માત્ર પ્રદર્શન પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે જાહેર અને ખાનગી ક્ષેત્રના નીતિ નિર્ધારકો અને ઉદ્યોગ સાહસિકો માટે એક વ્યૂહાત્મક પ્લેટફોર્મ તરીકે કાર્ય કરશે.

 

લોજિસ્ટિક્સ ક્ષેત્રે ભારતની હરણફાળ

મેસ્સે સ્ટુટગાર્ટ ઇન્ડિયાના સીઇઓ ગૌરવ સૂદે જણાવ્યું હતું કે, ભારતનું લોજિસ્ટિક્સ ક્ષેત્ર હાલમાં પરિવર્તનના તબક્કે છે. સરકારના માળખાગત રોકાણો અને ઝડપી ટેકનોલોજીને કારણે ભારત હવે વિશ્વ બેંકના લોજિસ્ટિક્સ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં ટોચના 25 દેશોમાં સ્થાન મેળવવા તરફ આગળ વધી રહ્યું છે.

· મુખ્ય આકર્ષણો: આ પ્રદર્શનમાં 500 થી વધુ નવીન ઉત્પાદનો અને ઉકેલો (Innovations) રજૂ કરવામાં આવશે.

· મહત્વના ભાગીદારો: એડવર્બ ટેક્નોલોજીસ, આર્મસ્ટ્રોંગ ડેમેટિક અને જંગહેનરિચ ઇન્ડિયા જેવી દિગ્ગજ કંપનીઓ આ ઇવેન્ટનો ભાગ બનશે.

· કૌશલ્ય વિકાસ: લોજિસ્ટિક્સ સ્કિલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સાથેની ભાગીદારી દ્વારા આ ક્ષેત્રમાં કૌશલ્યના અંતરને દૂર કરવા અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ એમઓયુ (MoU) પણ કરવામાં આવશે.

ઇન્ડિયન ચેમ્બર ઓફ ઇન્ટરનેશનલ બિઝનેસ અને વેરહાઉસિંગ એસોસિએશન જેવા સંગઠનો આ દરમિયાન દ્વિપક્ષીય વેપાર વધારવા માટે મહત્વની ભૂમિકા ભજવશે. 5 થી 7 ફેબ્રુઆરી દરમિયાન ગોરેગાંવના બોમ્બે એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાનારો આ કાર્યક્રમ ભારતીય અર્થતંત્ર માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.

(6:51 PM IST)