હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દિલ્હીમાં ગર્ભવતી મહિલા કમાન્ડોની હત્યા: પતિએ ડમ્બેલ મારીને પતાવી દીધી, ભાઈને ફોન પર સંભળાવી ચીસો
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલમાં ફરજ બજાવતી ૨૭ વર્ષીય મહિલા સ્વાટ કમાન્ડો કાજલ ચૌધરીની તેના જ પતિ દ્વારા નિર્મમ હત્યા કરી દેવામાં આવી

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલમાં ફરજ બજાવતી ૨૭ વર્ષીય મહિલા સ્વાટ કમાન્ડો કાજલ ચૌધરીની તેના જ પતિ દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પશ્ચિમ દિલ્હીના મોહન ગાર્ડન વિસ્તારમાં બનેલી આ ઘટનામાં, આરોપી પતિ અંકુરે ધાતુના ડમ્બેલ વડે કાજલ પર હુમલો કર્યો હતો.
કાજલ ચાર મહિનાની ગર્ભવતી હતી. ગંભીર રીતે ઘાયલ કાજલને ગાઝિયાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં પાંચ દિવસ સુધી જીવન અને મોત વચ્ચે ઝઝૂમ્યા બાદ ૨૭ જાન્યુઆરીના રોજ તેનું કરૂણ મોત નિપજ્યું હતું.
આ ઘટનાની સૌથી હૃદયદ્રાવક બાબત એ છે કે જ્યારે કાજલ પર હુમલો થઈ રહ્યો હતો ત્યારે તેનો ભાઈ નિખિલ ફોન પર હતો. નિખિલે પોલીસને જણાવ્યું કે તેના જીજાજી અંકુરે તેને ફોન કરીને કહ્યું હતું કે "તારી બહેનને સમજાવી લે". ત્યારબાદ ફોન ચાલુ જ હતો અને અંકુરે કાજલ પાસેથી ફોન ઝૂંટવી લીધો હતો. અંકુરે નિખિલને કહ્યું હતું કે, "આ કોલ રેકોર્ડિંગ પર રાખ, પોલીસ પુરાવા તરીકે કામ આવશે, હું તારી બહેનને મારી રહ્યો છું, પોલીસ મારું કઈ નહીં બગાડી શકે." આટલું કહ્યા બાદ નિખિલે ફોન પર પોતાની બહેનની મરણચીસો સાંભળી હતી.
મૃતક કાજલના પરિવારજનોનો આરોપ છે કે લગ્ન બાદ સતત દહેજ માટે કાજલને ત્રાસ આપવામાં આવતો હતો. કાજલના ભાઈએ જણાવ્યું કે સાસરિયાઓ દ્વારા કાર અને રોકડની માંગણી કરવામાં આવતી હતી.
કાજલના સાસુ કહેતા હતા કે તેમના દીકરાને સરકારી નોકરી હોવાથી તેને ભેટમાં કાર મળવી જોઈતી હતી. છ મહિના પહેલા પણ અંકુરે કાજલ પર હાથ ઉપાડ્યો હતો, પરંતુ તે સમયે માફી માંગીને સમાધાન કર્યું હતું.
હાલમાં પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩ હેઠળ ગુનો નોંધીને, મંત્રાલયમાં ક્લાર્ક તરીકે કામ કરતા પતિ અંકુરની ધરપકડ કરી છે અને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. દંપતીને દોઢ વર્ષનો એક દીકરો પણ છે જે હાલ તેના નાના-નાની પાસે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
