<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

અરીજિત સિંધે કહ્યું કે હું તૂટેલી સિસ્ટમ્સથી દૂર જઈ રહ્યો છું, સ્પષ્ટતા કરી છે કે તેઓ સંગીત નથી છોડી રહ્યા, પરંતુ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીની જે હાલની વ્યવસ્થા છે તેનાથી અલગ થઈ રહ્યા છે

તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે, જેમાં તેમણે ઉદ્યોગના માળખા અને કલાકારો સાથેના વ્યવહાર સામે નારાજગી વ્યક્ત કરી

ભારતીય સંગીત જગતના લોકપ્રિય ગાયક અરીજિત સિંઘે પ્લેબેક સિંગિંગ એટલે કે ફિલ્મો માટે ગીતો ગાવાનું છોડવાનો નિર્ણય લઈને ચાહકોને મોટો આંચકો આપ્યો છે ત્યારે ૩૮ વર્ષીય ગાયકે સ્પષ્ટતા કરી છે કે તેઓ સંગીત નથી છોડી રહ્યા, પરંતુ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીની જે હાલની વ્યવસ્થા છે તેનાથી અલગ થઈ રહ્યા છે. તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે, જેમાં તેમણે ઉદ્યોગના માળખા અને કલાકારો સાથેના વ્યવહાર સામે નારાજગી વ્યક્ત કરી છે. અરીજિતે કહ્યું કે તે હવે એવા માળખામાંથી બહાર નીકળી રહ્યો છે જે હવે તેના મૂલ્યો સાથે મેળ ખાતું નથી.

 

અરીજિત સિંઘ, જેમણે ૨૦૧૩ માં 'આશિકી ૨' ના ગીત 'તુમ હી હો' થી પ્રસિદ્ધિ મેળવી હતી અને ૭૦૦ થી વધુ ગીતો ગાયા છે, તેઓ હંમેશા પ્રસિદ્ધિ અને પીઆર સ્ટંટથી દૂર રહેવા માટે જાણીતા છે. તેમણે જણાવ્યું કે સંગીત કલ્પના અને કળા છે, તે કોઈના હુકમ મુજબ ચાલે તે યોગ્ય નથી. 

 

અહેવાલો અનુસાર, અરીજિતે ઉદ્યોગમાં કલાકારોના શોષણ, મૌન રહેવાની મજબૂરી અને માત્ર આજ્ઞાંકિત રહેવાની સંસ્કૃતિ સામે અવાજ ઉઠાવ્યો છે. તેણે કહ્યું કે તેનું સંગીત જાતે જ વેચાય છે, તેને કોઈ માર્કેટિંગ કે ગપસપ આધારિત વિવાદોની જરૂર નથી.

વિશ્લેષકોના મતે, અરીજિતનો આ નિર્ણય કોઈ નિવૃત્તિ નથી પરંતુ પોતાની શરતો પર કામ કરવાનો એક પાવર મૂવ છે. તે હવે સ્વતંત્ર રીતે સંગીત બનાવશે જ્યાં તેને કોઈના તાબે રહેવું ન પડે. 

 

લેખમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે કલાકારને અસ્તિત્વ ટકાવી રાખવા માટે કોઈની પરવાનગીની જરૂર નથી હોતી, ત્યારે તે જૂની અને સડી ગયેલી વ્યવસ્થાને સુધારવાને બદલે પોતાની નવી લોકશાહી ઢબે રચના કરે તે વધુ સારું છે. અરીજિતે સ્પષ્ટ કર્યું છે કે તેનો અવાજ ત્યાં સુધી રહેશે જ્યાં સુધી તે ગાવા ઈચ્છશે અને લોકો તેને સાંભળવા ઈચ્છશે, પરંતુ તે હવે કોઈ બીજાના ઈશારે પોતાની કળાને ઢાળશે નહીં.

(7:19 PM IST)