હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દુનિયા વિનાશના ઉંબરે: ‘કયામતની ઘડિયાળ’ મધ્યરાત્રિથી માત્ર ૮૫ સેકન્ડ દૂર, શું ૨૦૨૬માં થશે સર્વનાશ?
બુલેટિન ઓફ ધ એટોમિક સાયન્ટિસ્ટ્સનો ગંભીર ઈશારો: AI અને પરમાણુ શસ્ત્રોની સ્પર્ધાએ માનવજાતને જોખમમાં મૂકી, ૧૯૪૭ પછીની સૌથી ભયાનક સ્થિતિ

વોશિંગ્ટન: વિજ્ઞાનીઓની આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘બુલેટિન ઓફ ધ એટોમિક સાયન્ટિસ્ટ્સ’ દ્વારા ૨૦૨૬ માટે ‘ડૂમ્સડે ક્લોક’ એટલે કે કયામતની ઘડિયાળના સમયની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ઘડિયાળના કાંટા મધ્યરાત્રિ (વિનાશનો સમય) થી માત્ર ૮૫ સેકન્ડ દૂર સેટ કરવામાં આવ્યા છે. આ આંકડો સૂચવે છે કે માનવજાત તેના ઇતિહાસમાં અત્યારે સૌથી વધુ જોખમી તબક્કામાંથી પસાર થઈ રહી છે.
૧૯૪૭માં જ્યારે આ ઘડિયાળની શરૂઆત થઈ ત્યારે તેને મધ્યરાત્રિથી ૭ મિનિટ દૂર રાખવામાં આવી હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં રશિયા-યુક્રેન યુદ્ધ, ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ અને હવે રશિયા-યુક્રેન વચ્ચે વધી રહેલી પરમાણુ ધમકીઓને કારણે આ સમય સતત ઘટતો જઈ રહ્યો છે. ૨૦૨૬માં આ સમય ૮૫ સેકન્ડ પર પહોંચતા જ સમગ્ર વિશ્વના ધબકારા વધી ગયા છે.
વિજ્ઞાનીઓના ત્રણ મુખ્ય તર્ક: સંસ્થાએ આ વર્ષે સમય ઘટાડવા પાછળ કેટલાક ચોંકાવનારા કારણો આપ્યા છે:
અમેરિકા, રશિયા અને ચીન જેવા શક્તિશાળી દેશો વધુ રાષ્ટ્રવાદી અને આક્રમક બની રહ્યા છે. તેમની વચ્ચેનો સંવાદ ઘટ્યો છે અને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ થવાની શક્યતા વધી છે.
આબોહવા પરિવર્તન: ગ્લોબલ વોર્મિંગને રોકવાના પ્રયાસો નિષ્ફળ જઈ રહ્યા છે. પૂર, દુષ્કાળ અને ગરમીના વિક્રમો તૂટી રહ્યા છે, જે માનવીય અસ્તિત્વ માટે ખતરો છે.
વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે AI નો દુરુપયોગ જૈવિક હથિયારો બનાવવામાં અથવા ખોટી માહિતી ફેલાવીને યુદ્ધ ભડકાવવામાં થઈ શકે છે, જે એક નવું અને અદ્રશ્ય જોખમ છે.
આ કોઈ વાસ્તવિક ઘડિયાળ નથી, પરંતુ એક સાંકેતિક માપદંડ છે જે દર્શાવે છે કે માનવજાત વૈશ્વિક વિનાશની કેટલી નજીક છે. તેમાં ‘મધ્યરાત્રિના ૧૨ વાગ્યા’ નો અર્થ પૃથ્વીનો સંપૂર્ણ વિનાશ થાય છે. ૧૯૪૭ થી અત્યાર સુધીમાં આ ઘડિયાળના કાંટા ૨૫ થી વધુ વખત બદલવામાં આવ્યા છે.
વિજ્ઞાનીઓનું કહેવું છે કે હજુ પણ સમય છે જો વિશ્વના નેતાઓ પરસ્પર મતભેદો ભૂલીને સહયોગ કરે, તો આ કાંટા પાછળ ધકેલી શકાય છે. પરંતુ હાલની સ્થિતિ જોતા ૨૦૨૬નું વર્ષ માનવજાત માટે અગ્નિપરીક્ષા સમાન બની રહેશે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
