હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઇઝરાયલ-દક્ષિણ આફ્રિકા વચ્ચે 'રાજદ્વારી યુદ્ધ': રામાફોસાએ નેતન્યાહૂના ટોચના દૂતને દેશનિકાલ કર્યા: ૨૪ કલાકમાં છોડવો પડશે દેશ!
સોશિયલ મીડિયા પર રાષ્ટ્રપતિનું અપમાન કરવું પડ્યું ભારે: ઇઝરાયલી ડેપ્યુટી એમ્બેસેડર એરિયલ સિડમેનને 'પર્સોના નોન ગ્રેટા' જાહેર કરી હાંકી કઢાયા : ગાઝામાં નરસંહારના આરોપો વચ્ચે બંને દેશો વચ્ચેના સંબંધો પાતાળમાં પહોંચ્યા

નવી દિલ્હી : વિશ્વના નકશા પર ઇઝરાયલ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેના સંબંધો હવે દુશ્મનાવટની ચરમસીમાએ પહોંચી ગયા છે. શુક્રવારે દક્ષિણ આફ્રિકાની સરકારે એક સનસનાટીભર્યો નિર્ણય લેતા ઇઝરાયલના ડેપ્યુટી એમ્બેસેડર એરિયલ સિડમેનને 'પર્સોના નોન ગ્રેટા' (બિન-સ્વીકાર્ય વ્યક્તિ) જાહેર કર્યા છે અને તેમને ૭૨ કલાકની અંદર દેશ છોડી દેવાનો કડક આદેશ આપ્યો છે. રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાની સરકારે આ આકરૂં પગલું ત્યારે ભર્યું જ્યારે ઇઝરાયલી અધિકારીઓએ સોશિયલ મીડિયા પર વારંવાર રાષ્ટ્રપતિ રામાફોસાનું અપમાન કર્યું હતું. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચાવી દીધો છે.
દક્ષિણ આફ્રિકાના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે એરિયલ સિડમેન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ માત્ર અપમાનજનક જ નહોતી, પરંતુ તે રાજદ્વારી શિષ્ટાચારનું ઘોર ઉલ્લંઘન પણ હતી. વધુમાં, ઇઝરાયલી અધિકારીઓ દક્ષિણ આફ્રિકાની જાણ બહાર ખાનગી મુલાકાતો લેતા હોવાનું પણ સામે આવ્યું છે, જેને સાર્વભૌમત્વ પરના હુમલા તરીકે જોવામાં આવે છે. સિડમેન હાલમાં દક્ષિણ આફ્રિકામાં નેતન્યાહૂ સરકારના સૌથી વરિષ્ઠ પ્રતિનિધિ હતા, કારણ કે ૨૦૨૩માં જ ઇઝરાયલે પોતાના મુખ્ય રાજદૂતને પાછા બોલાવી લીધા હતા. હવે આ હકાલપટ્ટી બાદ બંને દેશો વચ્ચેના સંબંધો સંપૂર્ણપણે તૂટી જવાની કગાર પર છે.
ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકા લાંબા સમયથી પેલેસ્ટિનિયન આઝાદીનું સમર્થક રહ્યું છે અને તેણે જ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) માં ઇઝરાયલ વિરુદ્ધ ગાઝામાં 'નરસંહાર'નો કેસ દાખલ કર્યો છે. ઇઝરાયલ આ આરોપોને નકારે છે, પરંતુ દક્ષિણ આફ્રિકાના તાજેતરના આકરા વલણે સાબિત કરી દીધું છે કે તે ઇઝરાયલની સૈન્ય કાર્યવાહી અને તેના રાજદ્વારીઓની ઉદ્ધતાઈ સહન કરવાના મૂડમાં નથી. આ હકાલપટ્ટી બાદ મધ્ય પૂર્વ અને આફ્રિકન ખંડ વચ્ચેના રાજકીય સમીકરણો વધુ જટિલ બનવાની શક્યતા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
