ભારતની આર્થિક રફ્તાર અકબંધ: ૭% ના દરે દોડશે અર્થતંત્ર, પણ ‘ફ્રી રેવડી’ અને ‘જંક ફૂડ’ વધારી શકે છે ટેન્શન!
બજેટ પૂર્વે આર્થિક સર્વેક્ષણ ૨૦૨૬ રજૂ: વિદેશી હૂંડિયામણની મજબૂત કવચ છતાં શેરબજારમાં સાવચેતી રાખવા નિષ્ણાતોની સલાહ

નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં વર્ષ ૨૦૨૬ માટેનો આર્થિક સર્વેક્ષણ અહેવાલ રજૂ કર્યો છે. આ અહેવાલ મુજબ, ભારત વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો મોટો દેશ બની રહેશે અને ૨૦૨૫-૨૬માં જીડીપી વૃદ્ધિ દર ૭% થી વધુ રહેવાનો અંદાજ છે. જોકે, અહેવાલમાં રાજ્યો દ્વારા આપવામાં આવતી ‘મફત ભેટો’ સામે લાલબત્તી ધરવામાં આવી છે, જે સરકારી દેવું વધારી રહી છે.
અહેવાલમાં ફુગાવો અને બેરોજગારી નિયંત્રણમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ જંક ફૂડના વધતા વપરાશ અને સોશિયલ મીડિયાની બાળકો પર થતી અસર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી કડક નિયમો લાવવા સૂચન કરાયું છે.
આરોગ્ય અને જંક ફૂડ: જંક ફૂડની જાહેરાતો પર સવારે ૬ થી રાત્રે ૧૧ સુધી પ્રતિબંધ મૂકવા અને પેકેજ પર પોષણ ચેતવણી લખવા ભલામણ કરાઈ છે.
: ૪૪% કિશોરો આર્થિક તંગીને કારણે અભ્યાસ છોડી રહ્યા છે, જે રોકવા શાળાઓમાં કૌશલ્ય વિકાસ પર ભાર મૂકવો જરૂરી છે.
જમીન બચાવવા યુરિયાના ભાવમાં થોડો વધારો કરી ખેડૂતોને સીધી રોકડ સબસિડી (DBT) આપવાનું સૂચન છે.
મુખ્ય આર્થિક સલાહકારે રોકાણકારોને સાવધ કર્યા છે કે બજાર અત્યારે ‘મોંઘા’ સ્તરે છે, તેથી સમજી-વિચારીને રોકાણ કરવું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
