હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સોના-ચાંદીમાં મોટું ‘કરેક્શન’: સોનામાં ₹૧૦,૫૦૦ અને ચાંદીમાં ₹૫૦,૦૦૦નો કડાકો, શું હજુ ભાવ ઘટશે?
બજારના નિષ્ણાતોની ચેતવણી: ઉતાવળમાં ખરીદી ટાળો, જાણો કયા સ્તરે પહોંચે ત્યારે સોના-ચાંદીમાં રોકાણ કરવું છે ફાયદાકારક

મુંબઈ : રેકોર્ડ ઊંચાઈના શિખરો સર કર્યા બાદ આજે સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત વેચવાલી જોવા મળી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવમાં ₹૧૦,૫૦૦નો ઘટાડો થતા તે ₹૧.૫૯ લાખની આસપાસ સરક્યું છે, જ્યારે ચાંદીમાં ₹૫૦,૦૦૦નો તોતિંગ ઘટાડો નોંધાતા તે ₹૩.૫૧ લાખ પર ટ્રેડ થઈ રહી છે. આ આકસ્મિક ઘટાડાથી રોકાણકારોમાં ફાળ પડી છે કે શું હજુ પણ ભાવ નીચે જશે?
બજારના અગ્રણી વિશ્લેષકોએ રોકાણકારોને અત્યારે ગભરાવાને બદલે ‘વેઈટ એન્ડ વોચ’ની નીતિ અપનાવવા સલાહ આપી છે.
કયા ભાવે ખરીદી કરવી જોઈએ? નિષ્ણાતોનો મિજાજ: બજારના નિષ્ણાતોએ રોકાણ માટે નીચે મુજબના સ્તરો સૂચવ્યા છે:
સોનું: મોટાભાગના નિષ્ણાતો માને છે કે સોનાને ₹૧.૪૦ લાખની આસપાસ સપોર્ટ મળી શકે છે. જોકે, સુરક્ષિત રોકાણ માટે ₹૧.૨૫ લાખથી ₹૧.૩૦ લાખનો સ્તર શ્રેષ્ઠ ગણવામાં આવે છે.
ચાંદી: ચાંદીમાં હજુ વધુ ઘટાડો થવાની શક્યતા છે. સુમિત બગડિયા અને રાકેશ બંસલ જેવા નિષ્ણાતોના મતે, જ્યાં સુધી ચાંદી ₹૨.૦૦ થી ૨.૫૦ લાખની રેન્જમાં ન આવે ત્યાં સુધી નવી ખરીદીથી દૂર રહેવું જોઈએ.
સુદીપ શાહની સલાહ છે કે એકસાથે મોટી રકમ રોકવાને બદલે જો ભાવ ૩૦-૩૫% ઘટે તો SIP દ્વારા ધીમે ધીમે રોકાણ કરવું જોઈએ.
વિશ્લેષકોના મતે, આ ઘટાડો માત્ર નફાખોરી અને વૈશ્વિક બજારની અસ્થિરતાને કારણે છે. કુણાલ સરાવગી જેવા નિષ્ણાતોએ તો અત્યારે સોના-ચાંદીને બદલે ઇક્વિટી (શેરબજાર) માં રોકાણ કરવાની વધુ સલાહ આપી છે. આશુ મદન માને છે કે રોકાણકારોએ હાલના ભાવે પણ ચાંદીમાંથી ૧૦૦% એક્ઝિટ કરી લેવી જોઈએ કારણ કે હજુ વધુ મોટા કરેક્શનની સંભાવના નકારી શકાતી નથી. નિષ્ણાતોનું માનવું છે કે સોના-ચાંદીના ભાવ અત્યારે વાસ્તવિક મૂલ્ય કરતા ઘણા ઉપર છે, તેથી બજાર સ્થિર ન થાય ત્યાં સુધી નવી એન્ટ્રી કરવી જોખમી સાબિત થઈ શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
