હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાત્રે 10.42 વાગ્યે : બુલિયન બજારમાં ‘બ્લેક ફ્રાઈડે’ : સોના-ચાંદીના ભાવમાં ભૂકંપ જેવો ઐતિહાસિક કડાકો : ચાંદીમાં ₹98,000 અને સોનામાં ₹20,000નું જંગી ગાબડું
કોમોડિટી માર્કેટમાં જાણે સુનામી : MCX પર લોઅર સર્કિટ લાગતા રોકાણકારો સ્તબ્ધ : પેનિક સેલિંગ વચ્ચે ચાંદી ₹3.28 લાખ અને સોનું ₹1.54 લાખની સપાટીએ પટકાયું : લગ્નસરાની ખરીદી કરનારાઓ માટે મોટી વધઘટના સંકેત

મુંબઈ: બુલિયન માર્કેટમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી તેજીના રથ પર શુક્રવારની રાત્રે અચાનક બ્રેક વાગી છે. રાત્રે 10:00 વાગ્યા પછી કોમોડિટી માર્કેટમાં જાણે સુનામી ફરી વળી હોય તેમ સોના અને ચાંદીના ભાવમાં અત્યાર સુધીનો સૌથી મોટો અને આંચકાજનક કડાકો જોવા મળ્યો છે. એમસીએક્સ (MCX) પર અચાનક શરૂ થયેલી ભારે વેચવાલીને કારણે બજારના માંધાતાઓ અને જ્વેલર્સ પણ સ્તબ્ધ થઈ ગયા છે.
ચાંદીમાં સર્જાયું મહા-ગાબડું
સૌથી વધુ અસર ચાંદીના ભાવમાં જોવા મળી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ચાંદી તેની સર્વોચ્ચ સપાટીથી એક જ ઝાટકે આશરે ₹98,000 જેટલી તૂટી ગઈ છે. બજારમાં ગભરાટ એટલો વ્યાપક હતો કે ચાંદીમાં લોઅર સર્કિટ લાગી ગઈ હતી. થોડા દિવસો પહેલા જે ચાંદી પ્રતિ કિલો ₹4.20 લાખની સપાટીએ પહોંચી હતી, તે અત્યારે તૂટીને ₹3,28,000 થી ₹3,40,000 ની આસપાસ ટ્રેડ થઈ રહી છે.
સોનું પણ ધડામ: ₹20,000ની તૂટ
ચાંદીની પાછળ સોનામાં પણ રાત્રે 10:30 વાગ્યા સુધીમાં મોટું ગાબડું પડ્યું છે. ટ્રેડરોના મતે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ આશરે ₹20,000 નો ઘટાડો નોંધાયો છે. રેકોર્ડ હાઈ ₹1.80 લાખની સપાટી વટાવ્યા બાદ હવે સોનું ₹1.54,000 થી ₹1,56,000 ની સપાટીએ જોવા મળી રહ્યું છે.
બજાર કેમ પટકાયું? (નિષ્ણાતોનો મત)
બજારના વિશ્લેષકો આ આકસ્મિક કડાકા પાછળ મુખ્ય ત્રણ કારણો જોઈ રહ્યા છે:
* પ્રોફિટ બુકિંગ: છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી અવિશ્વસનીય તેજી બાદ ઉંચા ભાવે ટ્રેડરોએ અચાનક નફો વસૂલવાનું (નફાવસૂલી) શરૂ કર્યું છે.
* ડૉલર ઇન્ડેક્સ: આંતરરાષ્ટ્રીય બજારમાં અમેરિકન ડૉલર મજબૂત થતા તેની સીધી નકારાત્મક અસર કિંમતી ધાતુઓ પર પડી છે.
* વૈશ્વિક ગભરાટ: અમેરિકન બજાર (કોમેક્સ) પર સોના-ચાંદી રેકોર્ડ સ્તરથી નીચે પટકાતા ભારતીય બજારમાં પણ તેની પાછળ "પેનિક સેલિંગ" જોવા મળ્યું હતું.
રોકાણકારોમાં ચિંતા, ગ્રાહકોમાં આશા
આ કડાકાએ ઉંચા ભાવે રોકાણ કરનારા રોકાણકારોની ઊંઘ ઉડાડી દીધી છે. જોકે, લગ્નસરાની મોસમમાં સોનું-ચાંદી ખરીદવા ઈચ્છતા મધ્યમ વર્ગના ગ્રાહકો માટે આ ભાવઘટાડો આશાનું કિરણ લઈને આવ્યો છે. હાલ બજાર અત્યંત વોલેટાઈલ હોવાથી ભાવ પ્રતિ સેકન્ડ બદલાઈ રહ્યા છે, સોમવારે બજાર ખુલ્યા બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
