<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

રાજસ્થાન: આગામી 4 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની ચેતવણી, હવામાન વિભાગનું 'ઓરેન્જ એલર્ટ'!

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા જયપુર, અજમેર અને શેખાવતીમાં માવઠું પડશે; ભીલવાડા-પાલી સહિતના જિલ્લાઓમાં કરા પડવાની શક્યતા

જયપુર: રાજસ્થાનમાં અત્યારે કાતિલ ઠંડી અને તડકા વચ્ચે સંતાકૂકડી ચાલી રહી છે, પરંતુ હવે હવામાનમાં મોટી ઉથલપાથલ થવા જઈ રહી છે. હવામાન વિભાગ (IMD) એ ૧ થી ૪ ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરી છે. એક નવું પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) સક્રિય થવાને કારણે રાજસ્થાનના મોટાભાગના જિલ્લાઓમાં ઠંડીનું જોર ફરી વધશે.
ત્રણ જિલ્લાઓ માટે 'ઓરેન્જ એલર્ટ' અને કરા પડવાની ભીતિ
જયપુર હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, આગામી ૨૪ કલાકમાં વાતાવરણ પલટાશે. ખાસ કરીને ભીલવાડા, રાજસમંદ અને પાલી જિલ્લાઓ માટે કરા પડવાની 'નારંગી ચેતવણી' (Orange Alert) જારી કરવામાં આવી છે. આ સિવાય અજમેર, કોટા, જયપુર અને ભરતપુર વિભાગમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.
૧ થી ૪ ફેબ્રુઆરીનું સંપૂર્ણ શિડ્યુઅલ
•    ૧ અને ૨ ફેબ્રુઆરી: અલવર, ભરતપુર, જયપુર, સીકર, ટોંક અને ચુરુ સહિત અંદાજે ૧૮ જિલ્લાઓ માટે 'યલો એલર્ટ' જારી કરાયું છે. અહીં હળવાથી મધ્યમ વરસાદ (માવઠું) પડી શકે છે.
•    ૩ અને ૪ ફેબ્રુઆરી: વરસાદ તો થોભશે, પરંતુ તે પછી અસલી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. મેદાની વિસ્તારોમાં તીવ્ર શીત લહેર (Cold Wave) ફૂંકાવાની ધારણા છે, જે ધ્રુજારી વધારશે.
ખેતી અને જનજીવન પર અસર
આ અણધાર્યા માવઠાને કારણે રવિ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કરા પડવાથી પાકને વ્યાપક અસર થઈ શકે છે. હવામાન વિભાગે પ૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ ચેતવણી આપી છે, જેનાથી સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ શકે છે.

(9:31 PM IST)