હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
એપસ્ટીનનું વિલ જાહેર: ગર્લફ્રેન્ડને આપવા માંગતો હતો 'પેડો આઇલેન્ડ' અને 33 કેરેટની હીરાની વીંટી!
૨૮૮ મિલિયન ડોલરની સંપત્તિના વારસદારોની યાદી બહાર આવી; મોતની માત્ર બે દિવસ પહેલા જ સહી કરાયેલા વિલમાં ચોંકાવનારા ખુલાસા

નવી દિલ્હી: કુખ્યાત ફાઇનાન્સર અને ગુનેગાર જેફરી એપસ્ટીન સાથે જોડાયેલા રહસ્યોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં જાહેર થયેલી એપસ્ટીન ફાઇલ્સમાં તેના અંતિમ વિલ (Will) ની વિગતો સામે આવી છે. આ વિલ મુજબ, એપસ્ટીન તેની ૨૮૮ મિલિયન ડોલરની અઢળક સંપત્તિ તેની ગર્લફ્રેન્ડ, વકીલ અને અન્ય સાથીદારો વચ્ચે વહેંચવા માંગતો હતો.
ગર્લફ્રેન્ડ કરીના શુલિકને શું મળવાનું હતું?
એપસ્ટીન તેની રશિયન ગર્લફ્રેન્ડ કરીના શુલિક પર મહેરબાન હતો. વિલ મુજબ તે કરીનાને નીચેની વસ્તુઓ આપવા માંગતો હતો:
• ૫૦ મિલિયન ડોલર રોકડ.
• ૩૩ કેરેટની હીરાની વીંટી (જે પ્લેટિનમમાં જડેલી હતી).
• કુખ્યાત 'લિટલ સેન્ટ જેમ્સ' આઇલેન્ડ (જે 'પેડો આઇલેન્ડ' તરીકે ઓળખાય છે).
• ન્યૂયોર્કનું આલિશાન ટાઉનહાઉસ અને પેરિસ-ફ્લોરિડાની મિલકતો.
એપસ્ટીને વિલમાં હાથથી લખ્યું હતું કે આ હીરાની વીંટી તે 'લગ્નની વિચારણા' હેઠળ આપી રહ્યો હતો. કરીના એ છેલ્લી વ્યક્તિ હતી જેની સાથે એપસ્ટીને જેલમાં આત્મહત્યા કરતા પહેલા ફોન પર વાત કરી હતી.
અન્ય કોને કેટલી રકમ મળવાની હતી?
વિલમાં એપસ્ટીને કુલ ૪૪ લાભાર્થીઓના નામ લખ્યા હતા, જેમાં મુખ્ય હતા:
• ડારેન ઈન્ડીકે (વકીલ): ૫૦ મિલિયન ડોલર.
• રિચાર્ડ કાહ્ન (એકાઉન્ટન્ટ): ૨૫ મિલિયન ડોલર.
• ઘિસ્લેન મેક્સવેલ (સાથીદાર): ૧૦ મિલિયન ડોલર (જે અત્યારે ૨૦ વર્ષની જેલ ભોગવી રહી છે).
• માર્ક એપસ્ટીન (ભાઈ): ૧૦ મિલિયન ડોલર.
સંપત્તિનું અત્યારે શું સ્ટેટસ છે?
જોકે, વિલમાં લખેલી રકમ આ લાભાર્થીઓને મળી નથી. એપસ્ટીનના મોત બાદ તેની સંપત્તિ એક ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ રકમનો ઉપયોગ પીડિતોને વળતર આપવા, ટેક્સ ભરવા અને કાનૂની ફી ચૂકવવા માટે કરવામાં આવ્યો છે. હાલમાં તેની મૂળ સંપત્તિમાંથી માત્ર ૧૨૭ મિલિયન ડોલર જ બાકી હોવાનું અહેવાલો જણાવે છે.
રોયલ ફેમિલી પર પણ સંકટના વાદળો
આ જ ફાઇલ ડમ્પમાં બ્રિટિશ રોયલ ફેમિલીના પ્રિન્સ એન્ડ્રુ અને તેમની પૂર્વ પત્ની સારા ફર્ગ્યુસન વિશેના ઈમેઈલ્સ પણ બહાર આવ્યા છે. જે દર્શાવે છે કે આ કેસના તાર કેટલે ઊંડે સુધી ફેલાયેલા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
