<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

બજેટના દિવસે જ ભાવવધારાનો ભડકો: કોમર્શિયલ LPG સિલિન્ડરમાં ₹50નો તોતિંગ વધારો, ગૃહિણીઓને રાહત પણ વેપારીઓના બજેટ ખોરવાયા

મોંઘવારીની બેવડી માર: એક તરફ દેશનું નવું બજેટ રજૂ થઈ રહ્યું છે ત્યારે બીજી તરફ ઓઈલ કંપનીઓએ ઝીંક્યો ભાવવધારો; સતત બીજા મહિને ગેસ મોંઘો થતા હોટલ-રેસ્ટોરન્ટના ખાણાં પીણાં મોંઘા થવાની ભીતિ

નવી દિલ્હી: ફેબ્રુઆરી મહિનાની શરૂઆત દેશના સામાન્ય માણસ માટે આર્થિક પડકારો લઈને આવી છે. આજે એક તરફ સંસદમાં દેશનું બજેટ રજૂ થવાની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ સવારના પહેલા જ કલાકોમાં સામાન્ય જનતાને મોંઘવારીનો જોરદાર આંચકો લાગ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ૧૯ કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં સીધો ₹૫૦ સુધીનો વધારો ઝીંકી દીધો છે. આ વધારા સાથે હવે દિલ્હીથી લઈને મુંબઈ સુધીના મહાનગરોમાં કોમર્શિયલ ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે.
મળતી માહિતી અનુસાર ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થઈ ચુકી છે અને આજે દેશનું બજેટ આવવાનું છે. આ પહેલા જ મોંઘવારીનો જોરદાર ઝાટકો વાગ્યો છે. જી હા, ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે.દિલ્હીથી મુંબઈ અને કોલકાતાથી ચેન્નાઈ જેવા મોટા શહેરો સાથે દેશભરમાં આ 1લી ફેબ્રુઆરી 2026થી મોંઘો થઈ ગયો છે.જણાવી દઈએ કે ઓઈલ કંપનીઓના ભાવમાં આ વધારો આ વખતે પણ 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ એલપીજી સિલેન્ડર પર કર્યો છે. બજેટ વાળા દિવસે સિલેન્ડર 50 રૂપિયા સુધી મોંઘો થઈ ગયો છે. જો કે 14 કિલો વાળા ઘરેલુ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
દરેક નવા મહિનાની શરૂઆત સાથે કેટલાક નાણાકીય નિયમોમાં ફેરફાર થાય છે અને ફેબ્રુઆરી પણ આવા ઘણા બદલાવ લઈને આવ્યો છે. 1 ફેબ્રુઆરી એટલે કે બજેટના દિવસે જ તેલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધારી દીધા છે, જેના કારણે લોકોને મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. દિલ્હીમાં ભાવ 1691.50થી વધીને 1740.50 રૂપિયા, કોલકાતામાં 1795થી 1844.50 રૂપિયા, મુંબઈમાં 1642.50થી 1692 રૂપિયા અને ચેન્નઈમાં 1849.50થી 1899.50 રૂપિયા થઈ ગયા છે, એટલે ચારેય મહાનગરોમાં લગભગ 49 થી 50 રૂપિયા સુધીનો વધારો થયો છે.
આ સતત બીજો મહિનો છે જ્યારે LPG સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જાન્યુઆરીની શરૂઆતમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ભાવમાં રૂપિયા 111 સુધીનો વધારો કર્યો હતો. દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત રૂપિયા 1580.50 થી વધીને રૂપિયા 1691.50 થઈ ગઈ. કોલકાતામાં ભાવ રૂપિયા 1684 થી વધીને રૂપિયા 1795, મુંબઈમાં રૂપિયા 1531.50 થી વધીને રૂપિયા 1642.50 અને ચેન્નાઈમાં ભાવ રૂપિયા 1739.50 થી વધીને રૂપિયા 1849.50 થયો.
છેલ્લા કેટલાક મહિનાઓમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સતત ફેરફાર જોવા મળ્યા છે જ્યારે ઘરેલુ ગેસ સિલિન્ડર 8 એપ્રિલ,2025 ના રોજના ભાવ પર યથાવત રહ્યા છે એટલે કે તે લાંબા સમયથી યથાવત રહ્યા છે.1લી ફેબ્રુઆરીએ,14 કિલોગ્રામના LPG સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં રૂપિયા 853, કોલકાતામાં રૂપિયા 879, મુંબઈમાં રૂપિયા 852 અને ચેન્નાઈમાં રૂપિયા 868 હતો.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ પણ હોઇ શકે છે. આથી કોઈ પણ જ ગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતા પહેલા એક વાર માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે. અન્યથા www.vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સતત બીજા મહિને થયેલા આ ભાવવધારાએ નાના વેપારીઓ અને હોટલ ઉદ્યોગની ચિંતામાં વધારો કર્યો છે, કારણ કે જાન્યુઆરીમાં પણ ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. જોકે, રાહતની વાત એ છે કે ઘરેલુ વપરાશ માટેના ૧૪ કિલોના સિલિન્ડરના ભાવમાં કંપનીઓએ કોઈ ફેરફાર કર્યો નથી. આ ભાવવધારો એવા સમયે આવ્યો છે જ્યારે આખો દેશ નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસેથી રાહતની આશા રાખીને બેઠો છે.

 

(10:46 AM IST)