હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દેશના યુવાનો પાસે નોકરી નથી અને ખેડૂતો ભારે મુશ્કેલીમાં : મેન્યુફેક્ચરિંગ સેક્ટર પડી ભાંગ્યું છે: બજેટ પર રાહુલ ગાંધીના પ્રહાર
રોકાણકારો પોતાની મૂડી પાછી ખેંચી રહ્યા છે: મોદી સરકારે દેશના અસલી સંકટો અને ગ્લોબલ પડકારોને સાવ નજરઅંદાજ કરી દીધા

નવી દિલ્હી :કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં યુનિયન બજેટ રજૂ કર્યું છે. જોકે, વિપક્ષે આ બજેટ સામે સવાલો ઉભા કર્યા છે. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ બજેટ પર આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે મોદી સરકારે દેશના અસલી સંકટો અને ગ્લોબલ પડકારોને સાવ નજરઅંદાજ કરી દીધા છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર મોદી સરકારને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું કે, "દેશના યુવાનો પાસે નોકરી નથી અને ખેડૂતો ભારે મુશ્કેલીમાં છે. એક તરફ મેન્યુફેક્ચરિંગ સેક્ટર પડી ભાંગ્યું છે, તો બીજી તરફ રોકાણકારો પોતાની મૂડી પાછી ખેંચી રહ્યા છે."
રાહુલ ગાંધીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે સામાન્ય ઘરોની બચત ઝડપથી ઘટી રહી છે. તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે આ એક એવું બજેટ છે જે સુધારા કરવા માંગતું નથી અને ભારત પર તોળાઈ રહેલા અસલી સંકટોથી સાવ અજાણ છે. આવનારા સમયના ગ્લોબલ ઝટકાઓને પણ બજેટમાં ધ્યાને લેવાયા નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
