<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

બજેટના દિવસે જ સોશ્યલ મીડિયા પર અચાનકથી અર્થશાસ્ત્રી ઉમટી પડે છે :ભારેખમ બજેટને યુઝર્સે હળવાફૂલ મિમ્સથી માણ્યું

મુઘલે આઝમથી લઈ મુન્નાભાઈ સુધી, આ મિમ્સે બજેટના ભારેખમ આંકડાઓનો વજન ઘટાડી દીધો અને સોશિયલ મીડિયા યુઝર્સને હસવાની તક આપી

નવી દિલ્હી : બજેટનો દિવસ આવતા જ માત્ર ઘોષણાઓ જ ચર્ચામાં નથી થતી પરંતુ સોશિયલ મીડિયા પર મીમ્સનું ઘોડાપૂર આવી ગયું છે. બજેટ 2026 રજૂ થતાની સાથે જ લોકોએ પોતાનો આનંદ અને નિરાશા બેઉં મિમ્સના માધ્યમથી સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. ક્યાંક ટેક્સને લઈ કટાક્ષ કરવામાં આવ્યો તો ક્યાંક સામાન્ય માણસના ખિસ્સાને પડી રહેલી અસરને લઈ જોક્સ બનાવી શેર કરવામાં આવ્યા.

  રાબેતામુજબ ફિલ્મો અને ટીવી શૉના સીન આ મીમ્સ બનાવવાનો આધાર બન્યા હતા. જેને જોઈ લોકો ખૂદને તેની સાથે જોડી રહ્યા છે. બજેટ સાંભળતાની સાથે જ ઇન્ટરનેટ પર પ્રતિક્રિયાઓનો એવો સમય શરૂ થઈ ગયો કે કેટલાક કલાકોમાં જ મીમ્સ વાયરલ થઈ ગયા. એ જ કારણ છે કે જેટલી ચર્ચા બજેટની થઈ એટલી જ ચર્ચા બજેટ પર બનેલા મીમ્સની થઈ રહી છે. 

   સોશિયલ મીડિયા પર સૌથી વધારે ધ્યાન ખેંચનારા મીમ્સ બોલીવુડ અને ટીવી સાથે સંકળાયેલા છે. કોઈએ 'મુઘલે આઝમ'ના સીન દ્વારા બજેટ પર પોતાની ભાવનાઓ વ્યક્ત કરી છે. તો કોઈએ ટીવી શોના પાત્રોને સામે રાખીને આમ આદમીની સ્થિતિની રજૂઆત કરી છે. કેટલાક યુઝર્સે વ્યંગમાં કહ્યું છે કે, બજેટના દિવસે જ અચાનકથી કોઈ અર્થશાસ્ત્રી બની જાય છે.  તો એવા પણ કેટલાક મીમ્સ હતા, જેમાં લોકોએ પોતાની બૅંક બેલેન્સની સ્થિતિ બતાવી મજાક ઉડાવ્યો હતો. આ મીમ્સમાં કટાક્ષ પણ હતો અને વાસ્તવિકતા પણ. જે સામાન્ય લોકોના વિચાર અને સમસ્યાને હળવા અંદાજમાં સામે લઈ આવ્યા.

 બજેટના આંકડાઓ અને મોટી ઘોષણાઓ સાંભળીને કેટલાય લોકો મૂંઝણવ અનુભવતા હતા. આ જ ભાવનાને મુન્નાભાઈ એમ.બી.બી.એસના ડાયલોગ અને સીન દ્વારા મિમ્સમાં ઢાળવામાં આવ્યું. કેટલાક મિમ્સમાં લોકો એ બતાવતા દેખાયા કે બજેટ સમજવું સરળ નથી, તો કોઈએ કહ્યું કે આશા અને હકીકતની વચ્ચે કેટલો મોટો તફાવત હોય છે. આ મિમ્સે ન માત્ર લોકોને હસાવ્યા, પરંતુ એ પણ જણાવ્યું કે બજેટ સામાન્ય માણસ માટે કેટલો મહત્ત્વનો અને ભાવનાત્મક મુદ્દો છે.

   બજેટ 2026માં કેટલીય મોટી જાહેરાત કરવામાં આવી, જેમાં ઇન્ફાસ્ટ્રક્ચર, નવા કૉરિડોર, ઉદ્યોગોને પ્રોત્સાહન અને અલગ અલગ સેક્ટરોની યોજનાઓ સામેલ રહી. જેમ જેમ બજેટની ઘોષણાઓ સામે આવી, એમએમ સોશિયલ મીડિયા પર તેના વિધવિધ અર્થો કાઢવામાં આવ્યા. કોઈએ તેને વિકાસનો રસ્તો બતાવ્યો તો કોઈએ તેને સ્વ ખર્ચ અને ભાવિની ચિંતા સાથે જોડી દીધો. એ જ વાત રહી કે બજેટની નાનાથી લઈ મોટામાં મોટી વાતને મિમ્સની સાથે સાંકળવામાં આવી.

હવે બજેટ એ માત્ર સરકારી દસ્તાવેજ નથી રહ્યો. પરંતુ એ સોશિયલ મીડિયાની મોટી ઇવેન્ટ બની ચૂક્યો છે. દર વર્ષની માફક આ વર્ષે પણ 2026એ એ સાબિત કરી દીધું કે ભારતીય યુઝર્સ કોઈ પણ ગંભીર મુદ્દાને હાસ્યમાં બદલવાની કલાકીય સૂઝબૂઝ ધરાવે છે. મુઘલે આઝમથી લઈ મુન્નાભાઈ સુધી, આ મિમ્સે બજેટના ભારેખમ આંકડાઓનો વજન ઘટાડી દીધો અને સોશિયલ મીડિયા યુઝર્સને હસવાની તક આપી. 

 

(5:25 PM IST)