કેનેડામાં બદલાયો વધુ એક નિયમ 8:11 PM
તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૧૫ રવિવાર
વૈશ્વિક અર્થતંત્રમાં ભારતનો દબદબો : ગ્લોબલ ગ્રોથમાં ભારત અમેરિકા કરતા પણ આગળ નીકળતા એલોન મસ્કે કહ્યું ‘સત્તાનું સંતુલન બદલાઈ રહ્યું છે’
IMFના રિપોર્ટમાં વર્ષ 2026માં વિશ્વના આર્થિક વિકાસમાં ભારતનો ફાળો 17% રહેવાનો અંદાજ : ચીન અને ભારત મળીને દુનિયાની 43.6% વૃદ્ધિને વેગ આપશે : ભારતનો વિકાસ દર વધીને 7.3% થતા એશિયાઈ દેશો તરફ વૈશ્વિક આર્થિક શક્તિનું કેન્દ્ર ખસ્યું

વોશિંગ્ટન : આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડાઓએ વૈશ્વિક આર્થિક મંચ પર ભારતની મજબૂત પકડ સાબિત કરી દીધી છે. દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલોન મસ્કે IMFના ડેટા ટાંકીને જણાવ્યું છે કે વૈશ્વિક અર્થતંત્રમાં હવે સત્તાનું સંતુલન બદલાઈ રહ્યું છે. IMFના જાન્યુઆરી 2026ના અંદાજો મુજબ, વૈશ્વિક જીડીપી ગ્રોથમાં ફાળો આપનારા ટોચના દેશોની યાદીમાં ભારત હવે અમેરિકા કરતા પણ આગળ નીકળી ગયું છે.
વૈશ્વિક વિકાસમાં ભારતનો 17% ફાળો
એલોન મસ્કે શેર કરેલા ચાર્ટ મુજબ, વર્ષ 2026માં વૈશ્વિક આર્થિક વૃદ્ધિમાં ચીન અને ભારતનો સંયુક્ત હિસ્સો 43.6 ટકા રહેવાનો અંદાજ છે. જેમાંથી માત્ર ભારત જ વૈશ્વિક વૃદ્ધિમાં 17 ટકાનું યોગદાન આપશે. તેની સરખામણીએ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ગણાતા અમેરિકાનો ફાળો માત્ર 9.9 ટકા રહેવાની ધારણા છે. આ આંકડા સ્પષ્ટપણે સૂચવે છે કે વૈશ્વિક આર્થિક શક્તિનું કેન્દ્ર હવે પશ્ચિમથી પૂર્વ તરફ એટલે કે એશિયા તરફ શિફ્ટ થઈ રહ્યું છે.
ભારતના જીડીપી અંદાજમાં વધારો
IMFએ ભારતના આર્થિક વિકાસ દરના અંદાજમાં 0.7 ટકાનો વધારો કરીને તેને 2025 માટે 7.3 ટકા કર્યો છે. ત્રીજા ક્વાર્ટરના સારા પરિણામો અને ચોથા ક્વાર્ટરમાં જળવાયેલી મજબૂત ગતિને કારણે આ સુધારો કરવામાં આવ્યો છે. જોકે, 2026 અને 2027માં વૃદ્ધિ દર સાધારણ ઘટીને 6.4 ટકા રહેવાની શક્યતા છે. મોંઘવારીના મોરચે પણ ભારત માટે સારા સમાચાર છે, કારણ કે ખાદ્ય ચીજોના ભાવ ઘટતા ફુગાવો ટાર્ગેટની નજીક રહેવાની ધારણા છે.
વૈશ્વિક અર્થતંત્ર અને ટ્રેડ વોરની અસર
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત અને ચીન જેવા દેશો પર લાદવામાં આવેલા ભારે ટેરિફ અને વૈશ્વિક વેપાર તણાવ છતાં, ટેકનોલોજીમાં રોકાણ અને ખાનગી ક્ષેત્રની મજબૂતીને કારણે વૈશ્વિક વિકાસ દર 2026માં 3.3 ટકા રહેવાનો અંદાજ છે. IMFના મતે, ટેકનોલોજી આધારિત વિકાસ અને નાણાકીય સહાય વેપાર નીતિમાં આવતા ફેરફારોની નકારાત્મક અસરને ઓછી કરવામાં મદદ કરી રહ્યા છે.
એલોન મસ્કની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે અમેરિકા સહિતના પશ્ચિમી દેશો આર્થિક અસ્થિરતાનો સામનો કરી રહ્યા છે, જ્યારે ભારત વિશ્વમાં આર્થિક વૃદ્ધિના મુખ્ય એન્જિન તરીકે ઉભરી આવ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
