<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીને અલ્ટીમેટમ આપ્યું: "યોગીજી ગાયને 'રાજ્ય માતા' જાહેર કરો, નહીંતર...: જો સરકાર આ માંગણીઓ નહીં સ્વીકારે, તો તેઓ ટૂંક સમયમાં એક એવું એલાન કરશે જે સરકારના ધબકારા વધારી દેશે

ગૌરક્ષા અને ગૌવંશના સન્માન મુદ્દે સાધુ-સંતો હવે સરકાર સામે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સીધું અલ્ટીમેટમ આપ્યું છે. 

 

એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું હતું કે, "યોગીજી પોતે એક સંત છે અને ગૌભક્ત છે. અમે ઈચ્છીએ છીએ કે તેઓ ગાયને તાત્કાલિક અસરથી 'રાજ્ય માતા'નો દરજ્જો આપે અને રાજ્યમાં ગૌમાંસ (બીફ) પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકે."

 

શંકરાચાર્યજીએ વધુમાં ચેતવણી આપતા કહ્યું હતું કે જો સરકાર આ માંગણીઓ નહીં સ્વીકારે, તો તેઓ ટૂંક સમયમાં એક એવું એલાન કરશે જે સરકારના ધબકારા વધારી દેશે. 

 

તેમણે સ્પષ્ટ કર્યું કે જો સત્તામાં બેઠેલા લોકો ધર્મના નામે મત માંગતા હોય, તો તેમણે ધર્મની રક્ષા માટે નક્કર પગલાં પણ ભરવા પડશે. તેમનું આ નિવેદન આગામી સમયમાં રાજકીય ગરમાવો લાવે તેવી શક્યતા છે.

(9:02 PM IST)