<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

ટાઇમ વેસ્ટ કર્યો તમે - તમારો પણ અને અમારો પણ.' :શાર્ક ટેંક ઇન્ડિયાના જજમાંથી એક અશનીર ગ્રોવરની બજેટ પર પ્રતિક્રિયા

અશનીર ગ્રોવરે નાણામંત્રીના પ્રેઝન્ટેશનની તુલના એક નબળા ઉદ્યોગસાહસિક સાથે કરી હતી. જે બોલી તો લાંબું પણ તેની અસર ઓછી વર્તાય.

નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે કેન્દ્રિય બજેટ 2026-27ને રજૂ કરી દીધું છે. જેના પર લોકોના અલગ અલગ પ્રતિભાવ આવી રહ્યા છે. આ ક્રમમાં ભારત પેના પૂર્વ ફાઉન્ડર અશનીર ગ્રોવરે પણ બજેટ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર બજેટ અંગે પોતાનો પ્રતિભાવ આપતા અશનીરે કહ્યું કે, 'આ બજેટે મને શાર્ક ટેન્કમાં એક પિચરને આપેલી મારી ફટકારની યાદ અપાવી દીધી. ટાઇમ વેસ્ટ કર્યો તમે - તમારો પણ અને અમારો પણ.' 

  શાર્ક ટેંક ઇન્ડિયાના જજમાંથી એક અશનીર ગ્રોવરે નાણામંત્રીના પ્રેઝન્ટેશનની તુલના એક નબળા ઉદ્યોગસાહસિક સાથે કરી હતી. જે બોલી તો લાંબું પણ તેની અસર ઓછી વર્તાય. બજેટ ઉપર કરવામાં આવેલી તેમની આ ટીપ્પણી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તેના પર લોકોના મિક્સ રિએક્શન આવી રહ્યા છે.

અશનીરની પોસ્ટ પર કૉમેન્ટ કરતાં એક યૂઝરે લખ્યું છે કે, 'લાગે છે કે તમે  IT/EDથી પૂછપરછ કરાવવા માગો છો.' વધુ એક યુઝરે લખ્યું છે કે, 'હું તમારી વાત સાથે સહમત છું. બજેટમાં સમય બગાડ્યો.'

 

આ વખતના બજેટની જાહેરાતને જોઈ લાગે છે કે સરકાર તુરંત રાહત આપવાની જગ્યાએ લૉન્ગ ટર્મ ગ્રોથ પર વધારે ફોકસ કરી રહી છે. આ બજેટમાં ઇન્ફાસ્ટ્રક્ચર પર ખર્ચ વધારવાની સાથે-સાથે સ્ટ્રેટજિક ટેક્નોલોજી મિશન અને મિડલ ક્લાસને ટેક્સમાં રાહત આપવાની વાત કહેવામાં આવી છે.

 

(10:35 PM IST)