<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

ઐતિહાસિક સિદ્ધિ : દલાઈ લામાને ૯૦ વર્ષની વયે ‘ગ્રેમી એવોર્ડ'

બેસ્‍ટ ઓડિયો બુક, નેરેશન અને સ્‍ટોરી ટેલિંગ શ્રેણીમાં વિજેતા

નવી દિલ્‍હી, તા.૨: તિબેટના આધ્‍યાત્‍મિક ગુરુ દલાઈ લામાએ ૯૦ વર્ષની વયે એક નવી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. સંગીત જગતના સૌથી પ્રતિષ્ઠિત ગણાતા ૬૮મા ગ્રેમી એવોર્ડ્‍સમાં દલાઈ લામાને તેમના સ્‍પૉકન વર્ડ આલ્‍બમ 'Meditations: The Reflections of His Holiness the Dalai Lama' માટે બેસ્‍ટ ઓડિયો બુક, નેરેશન અને સ્‍ટોરીટેલિંગ રેર્કોડિંગ શ્રેણીમાં વિજેતા જાહેર કરવામાં આવ્‍યા છે.

આ મારી વ્‍યક્‍તિગત સિદ્ધિ નથીઃ દલાઈ લામા : આ અંગે દલાઈ લામાએ જણાવ્‍યું હતું કે, ‘હું આ સન્‍માનને કળતજ્ઞતા અને નમ્રતા સાથે સ્‍વીકારું છું. હું આને વ્‍યક્‍તિગત સિદ્ધિ તરીકે નથી જોતો, પરંતુ આ આપણી સહિયારી વૈશ્વિક જવાબદારીની સ્‍વીકળતિ છે. મારું માનવું છે કે ૮ અબજ માનવીઓના સામૂહિક કલ્‍યાણ માટે શાંતિ, કરુણા, પર્યાવરણની સંભાળ અને માનવતાની એકતાની ભાવના અનિવાર્ય છે. આ એવોર્ડ દ્વારા તેમના શાંતિના સંદેશા વધુ લોકો સુધી પહોંચશે તેવી તેમને આશા છે.'

અનેક દિગ્‍ગજો આ સ્‍પર્ધામાં સામેલ હતા : ગ્રેમી એવોર્ડની આ શ્રેણીમાં દલાઈ લામાનો મુકાબલો અમેરિકાના સુપ્રીમ કોર્ટના જસ્‍ટિસ કેતંજી બ્રાઉન જેક્‍સન, પ્રખ્‍યાત કોમેડિયન ટ્રેવર નોહ અને અભિનેત્રી કેથી ગાર્વર જેવા દિગ્‍ગજો સાથે હતો. દલાઈ લામા વતી સંગીતકાર રુફસ વેઈનરાઈટએ આ સન્‍માનનો સ્‍વીકાર કર્યો હતો.

આલ્‍બમમાં શાષાીય સંગીત અને આધુનિકતાનો સંગમ : આ આલ્‍બમની વિશેષતા દલાઈ લામાનું આ વિજેતા આલ્‍બમ હિન્‍દુસ્‍તાની શાષાીય સંગીત અને આધુનિક ધૂનોનું અદભૂત મિશ્રણ છે. જેમાં દલાઈ લામાના માનસિક શાંતિ, કરુણા અને પર્યાવરણ પ્રત્‍યેના વિચારોને રેકોર્ડ કરાયા છે. આ પ્રોજેક્‍ટમાં ભારતની જાણીતી સરોદ વાદક જોડી અમાન અને અયાન અલી બંગાશ તેમજ સરોદ માસ્‍ટ્રો અમજદ અલી ખાનનું પણ મહત્ત્વનું યોગદાન રહ્યું છે.

નોબેલ શાંતિ પુરસ્‍કાર વિજેતા દલાઈ લામા છેલ્લા સાડા છ દાયકાથી ભારતમાં રહીને વિશ્વભરમાં માનવીય મૂલ્‍યો અને શાંતિનો પ્રચાર કરી રહ્યા છે, ત્‍યારે આ ગ્રેમી એવોર્ડ તેમના જીવનના સંઘર્ષ અને સંદેશમાં એક નવું સાંસ્‍કળતિક છોગું ઉમેરે છે.(૨૩.૨૪)

(3:57 PM IST)