<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

STT વધતા સોદા કરનારાઓનો નફો ઘટશે, F & O ના બ્રોકિગ માર્જિન તૂટી જશે

એસટીટીથી સરકારને ૭૩૭૦૦ કરોડની આવક થશે : બાયબેકના શેર્સની આવકના ટેક્‍સના દરો બદલીને ૧૨.૫થી ૩૦ ટકા સુધી કરી દીધા

મુંબઇ તા.૨: નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજના બજેટમાં નવી જોગવાઈ કરીને શેર બાયબેકની આવકને કેપિટલ ગેઈન તરીકે ગણવાનો નિર્ણય લીધો છે. તેથી કંપનીના પ્રમોટર સિવાયના તમામ કરદાતાઓને લોન્‍ગ ટર્મ કેપિટલ ગેઈન હેઠળ ૧૨.૫ ટકા, ઈન્‍વેસ્‍ટમેન્‍ટ કંપની એટલે કોર્પોરેટ કરેદાતાને ૨૨ ટકા તથા પ્રમોટરને ૩૦ટકા ટેક્‍સ ભરવાની જવાબદારી આવશે. શેરબજારમાં ફયુચર એન્‍ડ ઓપ્‍શન અને કોમોડિટી માર્કેટમાં કોમોડિટીના કરવામાં આવતા સોદાની રકમ પર ૦.૦૨ ટકા સિક્‍યોરિટી ટ્રાન્‍ઝેક્‍સન ટેક્‍સ લેવાતોહતો તે વધારીને૦.૦પટકા કરી દેવામાં આવ્‍યો છે.

એસટીટીમાં વધારો કરવાનો ખર્ચ વધી જશે. વારંવાર સોદા કરનારા ટ્રેડર્સને માથે ખર્ચ બોજ વધી જશે. નાના છૂટક ટ્રેડિગ કરનારાઓને ખર્ચ પરવડશે નહિ. તેમને માટે એફએન્‍ડઓના સોદા કરવા આર્થિક રીતે અયોગ્‍યબનીશકે છે. પરિણામે એફ એન્‍ડ ઓમાં સોદા  કરનારાઓની સંખ્‍યા ઘટી જશે. એફએન્‍ડઓમાં બિડિગ કરવા માટેનો ગાળો વધી જશે. પરિણામે પ્રાઈસ ડિસ્‍કવરીની પ્રક્રિયાની અસરકારકતા ઘટવા માંડશે. બજેટમાં લેવામાં આવેલા નિર્ણયને પરિણામ ટૂંકા ગાળામાં બજારમાં અફરાતફરી વધી જશે. છૂટક ટ્રેડરોને માથે દલાલીના ખર્ચ ઉપરાંત જીએસટી, એક્‍સચેન્‍જચાર્જ સ્‍ટેમ્‍પ ડ્‍યૂટીનો પણ બોજો છે. એસટીટી વધી જતાં સોદા કરનારાઓનો નફો ઘટી શકે છે. એફ એન્‍ડ ઓના બ્રોકિગ માર્જિન પણ તેને કારણે ઘટી જશે. સોદાઓનો ખર્ચ વધતા ટ્રેડરો ડિલીવરી આધારિત સોદા કરશે. ખરીદીને તરત વેચીને નફો ઘર ભેગો કરવાનું વલણ ઘટી જશે.

એસટીટીને કારણે બ્રોકિંગ કંપનીઓનાશેરના ભાવપરનું દબાણ વધી જશે. તેમની સ્‍થિતિ કફોડી બની જવાની સભાવના છે.હાલની જોગવાઈ મુજબ કોઈપણ કંપની તેના શેર્સ બાયબેકના કરે તો શેરહોલ્‍ડરને બાયબેકપેટે મળેલી તમામ રકમના આવક ગણવામાં આવતી હતી. તેમાંથી ખરીદ કિમતને બાદ ન કરતાં હોવાથી ઈન્‍વેસ્‍ટમેન્‍ટની રકમ કેપિટલ લોસ ગણાતો હતો. તેને કારણે ટેક્‍સની મોટી જવાબદારી કરદાતાઓને માથે આવતી હતી. મિનિમમ ઓલ્‍ટરનેટ ટેક્‍સમાં પણ ફેરફાર કરવામાં આવ્‍યો છે. મેટની જવાબદારી જે કંપનીઓ પર આવતી હતી તેમણે ૧પ ટકાના દરે બુક પ્રોફિટ પરટેક્‍સ ભરવો પડતો હતો. આ મેટ ટેક્‍સની ક્રેડિટ ત્‍યારબાદના વરસોમાં સામાન્‍યઆવકવેરા સામે મજરે મળતી હતી.

મેટ ટેક્‍સનો દર ૧૫ ટકાથી ઘટાડી ૧૪ ટકા કરવામાં આવ્‍યો અને મેટ ટેક્‍સની પછીના વર્ષના બે રિટર્નમાં મળતી ક્રેડિટ આપવાનું બંધ કર્યો : સોદાની રકમ પર સિક્‍યોરિટી ટ્રાન્‍ઝેક્‍શન ટેક્‍સ ૦૦૨ ટકાનું

(10:04 AM IST)