News of Monday, 2nd February 2026
બિનરહીશ ભારતીય દ્વારા પ્રોપર્ટીના વેચાણનો TANહવે ટેનને બદલે પેન વાપરીને ભરી શકાશે
કાનૂની જાણકારોનું માનવું છે કે આ પગલું નિયમપાલનમાં નડતી સમસ્યાનો નોંધપાત્ર રીતે ઉકેલ લાવશે

કોઈ બિનરહીશ ભારતીય સ્થાવર મિલકતનું વેચાણ કરે તો એના પરનો TDS (ટેક્સ ડિડક્ટેડ ઍટ સોર્સ) હવે ખરીદદાર રહેવાસી ભારતીયના પેન-આધારિત ચલાનથી ભરવાનો રહેશે. અત્યાર સુધી એના માટે ટેમ્પરરી અકાઉન્ટ નંબર (TAN) લેવો પડતો હતો, હવેથી સ્થાનિક ખરીદદારના પેન મારફત TANભરી શકાશે.
નિષ્ણાતોનું કહેવું છે કે TANભરવા સિવાય ટેમ્પરરી અકાઉન્ટ નંબર બીજા કોઈ કામમાં આવતો નથી. આમ હવે સ્થાનિક ખરીદદાર વ્યક્તિગત કરદાતા કે હિન્દુ અવડિવાઇડેડ ફેમિલી (HUF)એ TDS કાપીને સંબંધિત રકમ પોતાના જ પેનની મદદથી સરકારી ખાતામાં જમા કરાવવાની રહેશે. આ નવી જોગવાઈ ૨૦૨૬ની ૧ ઓક્ટોબરથી લાગુ થશે. બિનરહીશ ભારતીયોને પણ તેમના વેચાણનો સોદો જલદી પાર પડવાથી થનારા લાભ મળી શકશે.
કાનૂની જાણકારોનું માનવું છે કે આ પગલું નિયમપાલનમાં નડતી સમસ્યાનો નોંધપાત્ર રીતે ઉકેલ લાવશે. એનાથી બિનરહીશ વેચાણકારો માટેની પ્રક્રિયા હવે નિવાસી વેચાણકારો માટેની પ્રક્રિયા જેવી જ બની જશે, જેનાથી કરદાતાઓને એકંદરે સરળતા રહેશે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
