<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

નદી પર પુલ બની ગયો, પણ પુલનું રસ્‍તા સાથેનું જોડાણ જ નથી

૧૦ વર્ષ થઈ ગયા પછી પણ આ પુલ નદી પર તો હયાત છે, પરંતુ એ કોઈ રસ્‍તાને જોડતો ન હોવાથી એમ જ ઊભો છે

કિશનગંજ  તા.૨: બિહારમાં વિકાસના દાવાઓની વચ્‍ચે આએ દિન છબરડાઓ થતા સાંભળવા મળે છે. થોડા દિવસ પહેલાં એક પુલ રાતોરાત ચોરાઈ ગયો હતો તો બીજો એક વર્ષોથી અધૂરો બનીને ઊભો છે જે કદી પૂરો થયો જ નહીં. કિશનગંજ જિલ્‍લાના ધૂમ ગામમાં એક ખેતરની વચ્‍ચોવચ એક પુલ બન્‍યો હતો જે ન તો કોઈ રોડને જોડતો હતો, ન કોઈ નદીને. હવે તાજેતરમાં એક નવા પુલને કારણે બિહાર ચર્ચામાં છે. અરરિયા જિલ્‍લાના કોચગામા ગામમાં અરરિયા-પૂર્ણિયા ફોર-લેન હાઇવેથી માત્ર ૫૦૦ મીટર દૂર બેલવા નદી પર ૨૦૧૬માં બનેલો એક પુલ ચર્ચામાં છે. અહીં નદીની ઉપર તો પુલ બની ગયો, પરંતુ એ પુલને રસ્‍તા સાથે જોડાતો અપ્રોચ રોડ હજી બન્‍યો નથી. ૧૦ વર્ષ થઈ ગયા પછી પણ આ પુલ નદી પર તો હયાત છે, પરંતુ એ કોઈ રસ્‍તાને જોડતો ન હોવાથી એમ જ ઊભો છે.

(10:13 AM IST)