હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ૨૦૦ લાશો ઢળી, યુદ્ધ જેવા દ્રશ્યો
સેના સામે BLA નું મોટું ઓપરેશનઃ સમગ્ર પ્રાંતમાં ઈન્ટરનેટ બંધ, આર્મી તૈનાતઃ પાક. ઈતિહાસનું સૌથી મોટું ઓપરેશન ચાલુ

બલૂચિસ્તાન,તા.૦૨: પાકિસ્તાનના અશાંત ગણાતા બલૂચિસ્તાન પ્રાંત માં હાલ બારૂદની ગંધ અને ચીસો ગુંજી રહી છે. શનિવારે બલોચ વિદ્રોહીઓએ કરેલા ભીષણ હુમલા બાદ પાકિસ્તાની સુરક્ષા દળો (Security Forces) એ વળતી કાર્યવાહી શરૂ કરી છે, જેમાં લોહીની નદીઓ વહી રહી છે. અત્યાર સુધીમાં આ સંઘર્ષમાં કુલ ૨૦૦ લોકોના મોત થયા છે. મૃતકોમાં બલૂચ લિબરેશન આર્મી (BLA) ના ૧૪૫ લડાકુઓ, ૧૭ સુરક્ષાકર્મીઓ અને ૩૧ સામાન્ય નાગરિકોનો સમાવેશ થાય છે. બલૂચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતી એ પુષ્ટિ કરી છે કે છેલ્લા ૪૦ કલાકથી ચાલી રહેલા સૈન્ય ઓપરેશન અને રેડમાં મૃત્યુનો આ આંકડો પાકિસ્તાનના ઇતિહાસમાં સૌથી મોટો છે.
જેલ તોડીને કેદીઓને છોડાવ્યાઃ ‘ઓપરેશન હેરોફ' નો કહેર
વિદ્રોહી સંગઠન BLA એ 'ઓપરેશન હેરોફ' ના બીજા તબક્કાની શરૂઆત કરીને પાકિસ્તાની સરકારના નાકમાં દમ કરી દીધો છે. સંગઠનના પ્રવક્તા જીયંદ બલોચે દાવો કર્યો છે કે તેમના લડાકુઓએ નોશ્કીમાં કાઉન્ટર ટેરરડિઝમ ડિપાર્ટમેન્ટ પર કબજો જમાવી લીધો હતો અને એક જિલ્લા જેલમાંથી ૩૦ કેદીઓને મુક્ત કરાવ્યા છે. વિદ્રોહીઓએ માત્ર હુમલા જ નથી કર્યા, પરંતુ પાકિસ્તાની સેનાના અનેક યુનિટ્સને તહેસ-નહેસ કરીને મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો પણ લૂંટી લીધો છે. ક્વેટા (Quetta), ગ્વાદર અને મસ્ટુંગ જેવા વિસ્તારોમાં થયેલા આ હુમલાઓથી પાકિસ્તાની હુકુમત હચમચી ગઈ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
