<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

નિપાહ રેર વાયરસ દુર્લભ છે પણ તે જીવલેણ સાબિત થઈ શકે છેઃ આ વાયરસ બ્‍લડ-બ્રેઈન બેરિયરને તોડીને સીધો મગજ પર હુમલો કરે છેઃ મગજની નસોમાં સોજો આવે છે

શરીરમાં પ્રવેશ્‍યા બાદ તે ખૂબ ઝડપથી ગંભીર સ્‍વરૂપ ધારણ કરે છેઃ શરૂઆતમાં તાવ, સ્‍નાયુમાં દુખાવો અને માથાનો દુખાવો જેવા સામાન્‍ય લક્ષણો દેખાય છે, પરંતુ બાદમાં તે મગજમાં સોજો (એન્‍સેફાલીટીસ) પેદા કરે છેઃ દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, ખેંચ આવે છે અને તે કોમામાં પણ જઈ શકે

નવી દિલ્‍હીઃ ભારતમાં વર્ષ ૨૦૨૬ની શરૂઆત સાથે જ ફરી એકવાર જીવલેણ નિપાહ વાયરસે દેખા દીધી છે. પヘમિ બંગાળમાં ડિસેમ્‍બર ૨૦૨૫ અને જાન્‍યુઆરી ૨૦૨૬ દરમિયાન નિપાહ વાયરસના બે કેસ ટ્રેસ કરવામાં આવ્‍યા છે, જેને પગલે કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારનું આરોગ્‍ય તંત્ર દોડતું થઈ ગયું છે. આ ઘટના બાદ સાવચેતીના ભાગરૂપે થાઈલેન્‍ડ અને નેપાળ જેવા દેશોમાંથી આવતા મુસાફરો માટે એરપોર્ટ પર હેલ્‍થ સ્‍ક્રીનિગના નિયમો વધુ કડક બનાવવામાં આવ્‍યા હતા.

પヘમિ બંગાળમાં વર્ષ ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં બાંગ્‍લાદેશ બોર્ડર નજીક સૌપ્રથમ નિપાહનો પ્રકોપ જોવા મળ્‍યો હતો અને ત્‍યારબાદ કેરળમાં પણ ૨૦૧૮થી છૂટાછવાયા કેસો નોંધાતા રહ્યા છે.

ડોક્‍ટરો અને નિષ્‍ણાતોના મતે નિપાહ વાયરસ દુર્લભ છે પણ તે જીવલેણ સાબિત થઈ શકે છે. આ વાયરસ પ્રાણીઓ (ખાસ કરીને ફ્રૂટ બેટ એટલે કે ચામાચીડિયા)માંથી મનુષ્‍યોમાં ફેલાય છે. તે મુખ્‍યત્‍વે ચેપગ્રસ્‍ત ચામાચીડિયાની લાળ, પેશાબ અથવા તેમના દ્વારા અડધા ખાધેલા ફળો ખાવાથી મનુષ્‍યોમાં પ્રવેશે છે.

એકવાર શરીરમાં પ્રવેશ્‍યા બાદ તે ખૂબ ઝડપથી ગંભીર સ્‍વરૂપ ધારણ કરે છે. શરૂઆતમાં તાવ, સ્‍નાયુમાં દુખાવો અને માથાનો દુખાવો જેવા સામાન્‍ય લક્ષણો દેખાય છે, પરંતુ બાદમાં તે મગજમાં સોજો (એન્‍સેફાલીટીસ) પેદા કરે છે. દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, ખેંચ આવે છે અને તે કોમામાં પણ જઈ શકે છે. આ વાયરસનો મૃત્‍યુદર ઘણો ઊંચો હોવાથી તેને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે.

સી.કે. બિરલા હોસ્‍પિટલના ન્‍યુરોલોજીસ્‍ટ ડો. દીપ દાસના જણાવ્‍યા મુજબ, નિપાહ વાયરસની સૌથી ખતરનાક બાબત એ છે કે તે બ્‍લડ-બ્રેઈન બેરિયરને તોડીને સીધો મગજ પર હુમલો કરે છે. જેના કારણે મગજની નસોમાં સોજો આવે છે અને સ્‍થિતિ ગંભીર બને છે.

આરોગ્‍ય નિષ્‍ણાતોએ લોકોને ચેતવણી આપી છે કે કાચી ખજૂરીનો રસ (નીરો) પીવાનું ટાળવું જોઈએ અને નીચે પડેલા કે પક્ષીઓએ ખાધેલા ફળો ખાવા જોઈએ નહીં. આ વાયરસનો ફેલાવો અટકાવવા માટે સ્‍વચ્‍છતા રાખવી, ફળો ધોઈને ખાવા અને બીમાર વ્‍યક્‍તિથી અંતર જાળવવું અત્‍યંત જરૂરી છે. હાલમાં આંકડા નાના છે, પરંતુ જો સાવચેતી ન રાખવામાં આવે તો મોટી મુસીબત સર્જાઈ શકે છે.

(11:48 AM IST)