<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

અજીત પવારના હેલિકોપ્ટરની દુર્ઘટના અંગે પાયલોટ શંકાના દાયરામાં: ટેકનિકલ ખામી કે પાયલોટની બેદરકારી ? પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે ખરાબ હવામાન અથવા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી)ના ભંગને કારણે દુર્ઘટના સર્જાયેલ

મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર સાથે સંકળાયેલી હેલિકોપ્ટર દુર્ઘટના અંગે એક સનસનાટીભર્યો ખુલાસો સામે આવ્યો છે, જેના કારણે નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (ડીજીસીએ) એ ગંભીર નોંધ લીધી છે. 

પ્રાપ્ત વિગતો મુજબ, ચૂંટણી પ્રચાર અને સરકારી કામકાજ અર્થે ઉપયોગમાં લેવાતા હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી અથવા પાયલોટની બેદરકારીને કારણે મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં રહી ગઈ હતી. અજીત પવાર જે હેલિકોપ્ટરમાં સવાર હતા તે અચાનક અનિયંત્રિત થયું હોવાની અથવા તેના લેન્ડિંગ વખતે ગંભીર ક્ષતિઓ સર્જાઈ હોવાની ચર્ચા છે.

ડીજીસીએ દ્વારા આ મામલે તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને સંબંધિત પાયલોટ તથા ઓપરેટર કંપની પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે ખરાબ હવામાન અથવા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી)ના ભંગને કારણે વીવીઆઈપી સુરક્ષા જોખમમાં મુકાઈ હતી. 

આ ઘટનાએ રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે, કારણ કે વીવીઆઈપી લોકો માટે વપરાતા ચોપર્સની જાળવણી અંગે અગાઉ પણ સવાલો ઉઠ્યા હતા. 

 

ડીજીસીએ હવે એ તપાસી રહ્યું છે કે શું ઉડાન ભરતા પહેલા જરૂરી સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું કે કેમ? 

(12:00 PM IST)