<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

રાજકોટના જંગલેશ્વર વિસ્‍તારના લોકો માટે પુનઃવસન અંગે સરકારની સ્‍પષ્‍ટતા માંગતી હાઇકોર્ટ

આ પ્રકરણમાં વધુ સુનાવણી આજે બપોરે હાઇકોર્ટમાં હાથ ધરાશે

રાજકોટ, તા. ર :  રાજકોટના જંગલેશ્વર વિસ્‍તારની આજુબાજુની આજી નદી કાંઠાના વિસ્‍તારોની સોસાયટીના મકાનો પાડવા  માટે કલેકટરશ્રીએ નોટીસ ઇસ્‍યુ કરી હતી.

તે સંદર્ભે ત્‍યાં રહેતા લોકોએ હાઇકોર્ટમાં પુનઃવસન સહિતના મુદ્દાઓ માટે અરજી કરી હતી.

તે અરજી અનુસંધાને આજે હાઇકોર્ટના પ્રથમ સેશનમાં સુનાવણી હાથ ધરાયેલ જેનું ઓનલાઇન  પ્રસારણ જોતા હાઇકોર્ટ તરફથી કહેવામાં આવેલ કે જે માણસ ઘર વિહોણા થતા હોય તે માણસ સરકારને પુનઃવસન માટે અરજી કરી શકે છે.

આટલી મોટી સંખ્‍યામાં લોકો ઘરવિહોણા થાય તો તે અન્‍ય જગ્‍યાએ સિફટ થશે તે બાબતને કેવી રીતે આગળ વધવા માંગો છો તેની સ્‍પષ્‍ટતા કરવા સરકારને જણાવ્‍યં હતું.

સરકાર તરફે એડવોકેટશ્રીએ દલીલ કરતા કહ્યું હતુ કે ર૦૧૩ નો પરિપત્ર આરએમસીને લાગુ પડે છે. રાજય સરકારને નહીં.

આ અંગે વધુ દલીલો આજે બપોરે ર.૩૦ વાગ્‍યે રાખવામાં આવેલ છે.

ઝુપડપટ્ટી વિસ્‍તારના લોકો તરફે એડવોકેટ તરીકે આનંદ ગોગીયા, રવિ ગોગીયા, ગૌરવ ગોગીયા, મુસા મોલવી, સંજનવાલા અને નિશીતા સોરઠીયા વગેરે રોકાયા છે.

(12:07 PM IST)