News of Monday, 2nd February 2026
એશિયાઈ શેરબજારોમાં કડાકો: સાઉથ કોરિયાનો "કોસ્પી" ઈન્ડેક્સ તૂટ્યો: રોકાણકારોના કરોડો ડૂબ્યા

વૈશ્વિક બજારોમાં નકારાત્મક સંકેતોને કારણે આજે ૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ એશિયાઈ શેરબજારોમાં જબરદસ્ત ગભરાટ જોવા મળ્યો હતો. ખાસ કરીને સાઉથ કોરિયાના શેરબજારમાં ભારે વેચવાલી નીકળતા કોહરામ મચી ગયો હતો. સાઉથ કોરિયાનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ 'કોસ્પી' ૫,૧૦૦ ના મહત્વના સ્તરથી નીચે ગબડી ગયો હતો. બજારમાં એટલી તેજ ગિરાવટ આવી હતી કે 'સર્કિટ બ્રેકર' લગાવવાની ફરજ પડી હતી.
ટ્રેડિંગ સેશન દરમિયાન ઈન્ડેક્સ ૪.૩૧% સુધી તૂટી ગયો હતો, જ્યારે બંધ થતી વખતે આશરે ૧.૯૫% ના ઘટાડા સાથે ૫,૧૬૯.૩૬ ના સ્તર પર અટક્યો હતો. બજાર પર સૌથી મોટું દબાણ અમેરિકામાં 'ફેડ ચેર' પદ માટે કેવિન વાર્શના નામ સાથે જોડાયેલા સમાચારોને કારણે બન્યું હતું, જેનાથી રોકાણકારોમાં વ્યાજ દરોમાં કાપ ધીમો થવાનો ડર સતાવી રહ્યો છે. આ ભારે વેચવાલીના કારણે રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાઈ ગયા છે અને આર્થિક જગતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
(2:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
