<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

મેલેનિયા ટ્રમ્પની ડોક્યુમેન્ટરી: બોક્સ ઓફિસ પર ૭ મિલિયન ડોલરની કમાણી સાથે શાનદાર શરૂઆત: ફિલ્મનું વિતરણ કરનાર એમેઝોનને ખાસ કોઈ આવક થશે નહીં

અમેરિકાના પૂર્વ ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ પર બનેલી ડોક્યુમેન્ટરી "મેલેનિયા" એ રિલીઝના પહેલા જ વીકએન્ડમાં ઉત્તર અમેરિકામાં (યુએસ અને કેનેડા) અંદાજે ૭ (સાત) મિલિયન ડોલર (આશરે ૫૮ કરોડ રૂપિયા) ની ટિકિટોનું વેચાણ કરીને બોક્સ ઓફિસ પર ત્રીજું સ્થાન મેળવ્યું છે. વર્ષ ૨૦૧૨ પછી કોન્સર્ટ ફિલ્મો સિવાયની કોઈપણ ડોક્યુમેન્ટરી માટે આ શ્રેષ્ઠ ઓપનિંગ માનવામાં આવે છે.

જોકે, આ ફિલ્મનું વિતરણ કરનાર કંપની એમેઝોન માટે આ આંકડા મિશ્ર છે. એમેઝોને આ ડોક્યુમેન્ટરીના વિતરણ હકો ખરીદવા અને માર્કેટિંગ પાછળ ૭૫ (પંચોતેર) મિલિયન ડોલરનો જંગી ખર્ચ કર્યો હતો. થિયેટર માલિકો ટિકિટના વેચાણમાંથી લગભગ ૫૦% હિસ્સો રાખતા હોવાથી, એમેઝોનને પહેલા વીકએન્ડમાં માત્ર ૩.૫ મિલિયન ડોલર જ મળશે, જે તેના રોકાણની સરખામણીએ ખૂબ ઓછું છે. તેમ છતાં, મેલેનિયા ટ્રમ્પના ચાહકોએ ફિલ્મને સારો પ્રતિસાદ આપ્યો છે અને શુક્રવારના શોમાં ભારે ભીડ જોવા મળી હતી. વિશ્લેષકોના મતે, આ ડોક્યુમેન્ટરી મેલેનિયા માટે ફેસ-સેવિંગ (ઈજ્જત બચાવનારી) સાબિત થઈ છે.

(2:46 PM IST)