News of Monday, 2nd February 2026
ગ્રેમી એવોર્ડ્સ ૨૦૨૬: ભારતને નિરાશા, સિતાર વાદક અનુષ્કા શંકર હાર્યા, કેન્ડ્રિક લેમર છવાયા

લોસ એન્જલસમાં યોજાયેલા ૬૮ માં વાર્ષિક ગ્રેમી એવોર્ડ્સ ૨૦૨૬ માં ભારતને નિરાશા સાંપડી છે. સિતાર વાદક અનુષ્કા શંકર સહિતના ભારતીય કલાકારો જેમ કે સિદ્ધાંત ભાટિયા, શક્તિ અને ચારુ સુરી અલગ-અલગ કેટેગરીમાં નોમિનેટ થયા હતા, પરંતુ તેઓ આ વર્ષે કોઈ એવોર્ડ જીતી શક્યા નથી. ગ્રેમી એવોર્ડ્સમાં ભારતની આ હાર સંગીતપ્રેમીઓ માટે આંચકાજનક રહી છે.
બીજી તરફ, આંતરરાષ્ટ્રીય સ્તરે રેપર કેન્ડ્રિક લેમર સૌથી મોટા વિજેતા તરીકે ઉભરી આવ્યા હતા. તેમણે 'રેકોર્ડ ઓફ ધ યર' સહિત કુલ ૫ એવોર્ડ જીતીને સમારોહ ગજવ્યો હતો. આ ઉપરાંત બેડ બનીએ 'આલ્બમ ઓફ ધ યર' નો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો હતો. ઓલિવિયા ડીન પણ ટોચના સન્માનિત કલાકારોમાં સામેલ હતી. આ વર્ષે બે નવી કેટેગરી ઉમેરવામાં આવી હતી: 'બેસ્ટ આલ્બમ કવર' અને 'બેસ્ટ ટ્રેડિશનલ કંટ્રી આલ્બમ'. સમારોહનું સંચાલન ટ્રેવર નોહ દ્વારા કરવામાં આવ્યું હતું, જે તેમનું હોસ્ટ તરીકેનું છેલ્લું વર્ષ હતું.
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
