<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

કળિયુગની પરાકાષ્‍ઠા : પતિની હત્‍યા કર્યા બાદ પત્‍નિએ બિયર પીને જાનમાં ડાન્‍સ કર્યો

લગ્નના માત્ર ૭ મહિનામાં જ પત્‍નિએ પતિની નિર્મમ હત્‍યા કરી અને ત્‍યારબાદ કોઈ પણ જાતના અફસોસ વગર શણગાર સજીને મોજમસ્‍તી કરી

ભોપાલ : સમાજમાં સંબંધોનું સ્‍તર કેટલું નીચે જઈ રહ્યું છે તેનું એક અત્‍યંત ચોંકાવનારું ઉદાહરણ મધ્‍યપ્રદેશમાં સામે આવ્‍યું છે. એક મહિલાએ પોતાના જ પતિની હત્‍યા કરી નાખી હતી, પરંતુ તેના ચહેરા પર ગુનાનો કોઈ જ પસ્‍તાવો ન હતો. ઉલટું, પતિની લાશ ઘરમાં પડી હતી અને હત્‍યારી પત્‍નીએ ‘સુહાગન' જેવો સોળ શણગાર સજ્‍યો હતો. આટલેથી જ ન અટકતા, હત્‍યા બાદ તેણે બિયર પીધો હતો અને ગામમાં નીકળેલી એક જાન (બારાત)માં જઈને જોરદાર ડાન્‍સ પણ કર્યો હતો.

પોલીસ તપાસમાં બહાર આવ્‍યું છે કે મળતક અને આરોપી મહિલાના લગ્ન માત્ર ૭ મહિના પહેલા જ થયા હતા. આ ઘટનાએ પોલીસ અધિકારીઓને પણ સ્‍તબ્‍ધ કરી દીધા છે.

જ્‍યારે પોલીસ તેની ધરપકડ કરવા પહોંચી ત્‍યારે પણ તેના વર્તનમાં કોઈ ગંભીરતા દેખાતી ન હતી. પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણ અથવા ઘરેલુ કંકાસ કારણભૂત હોવાનું મનાય છે. આ મહિલાની માનસિક વિકળતિ અને ક્રૂરતા જોઈને સ્‍થાનિક લોકો પણ અચંબામાં પડી ગયા છે. પોલીસે હત્‍યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

(3:48 PM IST)