<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

જંગલેશ્વરના મકાનો ૩ મહિના નહિં તુટેઃ હાઇકોર્ટે નોટીસ રદ કરી

આજી નદી કાંઠાની સોસાયટીના રહેવાસીઓમાં ખુશાલી છવાઇઃ જીઆરટીમાં ૯૦ દિવસમાં અપીલ સાંભળવાનો સમય આપ્‍યો

રાજકોટ,તા.૨ :  રાજકોટના જંગલેશ્વર વિસ્‍તારના આજીનદી કાંઠાની સોસાયટીઓના રહેવાસીઓને મકાનો ખાલી કરવા માટે કલેકટર તંત્ર દ્વારા નોટીસ પાઠવવામાં આવી હતી

 જે અન્‍વયે રહેવાસીઓમાં ગભરાટ ફેલાય ગયો હતો અને  હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેથી હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને આ નોટીસો રદ કરવામાં આવી છે. હાઇકોર્ટે ૨૦૨ની નોટીસ રદ કરીને જીઆરટીમાં ૯૦ દિવસમાં અપીલ સાંભળવાનો સમય આપવામાં આવેલ છે.

૨૦૧૦ના પુનઃ વસંત પોલીસીને ધ્‍યાને લઇને કાર્યવાહી કરવા જણાવેલ છે.

આમ, જંગલેશ્વરના ૧૭૦૦ પરિવારોને ૩ મહિના માટે રાહત થતા ખુશી છવાઇ છે.

ઝુપડપટ્ટી વિસ્‍તારના લોકો તરફે એડવોકેટ તરીકે આનંદ ગોગીયા, રવિ ગોગીયા, ગૌરવ ગોગીયા, મુસા મોલવી, સંજનવાલા અને નિશીતા સોરઠીયા વગેરે રોકાયા છે. (૩૭.૪)

(4:04 PM IST)