હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકામાં હાઈટેક 'ઇમિગ્રેશન વોર': ICE અને પ્રવાસીઓ વચ્ચે હવે ટેકનોલોજીના મેદાનમાં જંગ
સરકારે સર્વેલન્સ માટે કરોડો ડોલરના સોફ્ટવેર ખરીદ્યા, તો સામે કાર્યકરોએ અધિકારીઓને ટ્રેક કરવા બનાવી ખાસ એપ્સ; ડિજિટલ યુગની 'ડેવિડ વિરુદ્ધ ગોલિયાથ' લડાઈ

મિનિયાપોલિસ: યુએસ સત્તાવાળાઓ અને સ્થળાંતર કરનારાઓ વચ્ચેનો મુકાબલો હવે રસ્તાઓ પરથી બદલાઈને સ્માર્ટફોન અને ક્લાઉડ સ્ટોરેજ સુધી પહોંચ્યો છે. એક તરફ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) લોકોને શોધવા અને દેશનિકાલ કરવા માટે આધુનિક સર્વેલન્સ ટેકનોલોજી પાછળ લાખો ડોલર ખર્ચી રહી છે, તો બીજી તરફ ઇમિગ્રન્ટ્સને સુરક્ષિત રાખવા માટે સ્ટાર્ટઅપ્સ અને કાર્યકરોએ પણ 'ડિજિટલ શિલ્ડ' તૈયાર કરી લીધી છે.
'ટર્નસિગ્નલ' (TurnSignl): રક્ષણ માટે નવું હથિયાર
મિનેસોટામાં અત્યારે TurnSignl નામની એપ ભારે લોકપ્રિય થઈ રહી છે. આ એપના 2,85,000 થી વધુ વપરાશકર્તાઓ છે. જ્યારે પણ કોઈ વ્યક્તિનો સામનો ICE એજન્ટો સાથે થાય, ત્યારે આ એપ માત્ર એક ક્લિક પર 24/7 લાઈવ ઇમિગ્રેશન વકીલ સાથે કનેક્ટ કરી દે છે. આ એપ આપોઆપ સમગ્ર વાતચીતનું રેકોર્ડિંગ કરીને તેને ક્લાઉડ પર અપલોડ કરે છે, જેથી જો પોલીસ કે એજન્ટો ફોન છીનવી લે તો પણ પુરાવા સુરક્ષિત રહે.
એપના સ્થાપક જાઝ હેમ્પટને જણાવ્યું કે, "જાન્યુઆરી 2025 થી સાઇન-અપ્સમાં તોતિંગ ઉછાળો આવ્યો છે. અમે માત્ર વકીલો જ નહીં, પણ પરિવારોને 'માનસિક શાંતિ' પણ આપીએ છીએ."
સરકારનું ડિજિટલ જાળું: 'ઇમિગ્રેશન ઓએસ'
ટ્રમ્પ વહીવટીતંત્ર બિનદસ્તાવેજીકૃત સ્થળાંતરકારોને ઝડપવા માટે કોઈ કસર છોડી રહ્યું નથી. સત્તાવાર રેકોર્ડ મુજબ:
- Clearview AI: ચહેરાની ઓળખ (Facial Recognition) માટે $3.75 મિલિયનનો ખર્ચ કરાયો.
- Palantir: અનધિકૃત સ્થળાંતરકારોને ટ્રેક કરવા માટે $30 મિલિયનના કરાર સાથે 'ઇમિગ્રેશન ઓએસ' બનાવ્યું.
- Cellebrite: મોબાઇલ ફોનમાંથી ડેટા અને લોકેશન કાઢવા માટેના અત્યાધુનિક સાધનો ખરીદવામાં આવ્યા છે.
કાર્યકરોનો પલટવાર: 'ડિફ્રોસ્ટ MN'
મિનેસોટાના કાર્યકરોએ પણ અધિકારીઓને તેમના જ હથિયારથી માત આપવા 'Defrost MN' નામનો ડેટાબેઝ બનાવ્યો છે. આ એપ દ્વારા લોકો ICE ના વાહનોની લાયસન્સ પ્લેટ, ફોટા અને લોકેશનને ટ્રેક કરે છે. આ ડેટાબેઝ વોઈસ સર્ચ ફંક્શન સાથે આવે છે, જેનાથી ડ્રાઈવરો ચાલુ ગાડીએ પ્લેટ નંબર બોલીને તે વાહન ICE નું છે કે નહીં તે ચેક કરી શકે છે.
FBI અને સરકારી એજન્સીઓએ આ પ્રકારની એપ્સના ઉપયોગ સામે ચેતવણી આપી છે, પરંતુ કાર્યકરોનું કહેવું છે કે જ્યાં સુધી કાર્યવાહીમાં પારદર્શિતા નહીં આવે ત્યાં સુધી આ ટેકનોલોજીકલ લડાઈ ચાલુ રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
