<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

લગ્નના ખોટા વચન સાથે સંમતિથી સેક્‍સ એ ગુનો નથી

અલ્‍હાબાદ હાઈકોર્ટનો નિર્ણય : કોર્ટે ખોટા વચન સાથે સંમતિથી સેક્‍સ માટે IPC ની કલમ ૬૯ હેઠળ નોંધાયેલ કેસ રદ કર્યો છે

લઅનૌ,તા.૦૩: લગ્નના ખોટા વચન સાથે સંમતિથી સેક્‍સ ગુનો નથી. અલ્‍હાબાદ હાઈકોર્ટે આ મામલે એક મહત્‍વપૂર્ણ ચુકાદો આપ્‍યો છે. હાઈકોર્ટે જણાવ્‍યું છે કે આવા કિસ્‍સામાં, કોઈ ષી કોઈ પુરુષ પર કપટ અથવા કપટપૂર્ણ વર્તનનો આરોપ લગાવે છે તેને સજાપાત્ર ગુનો ગણી શકાય નહીં.

અલ્‍હાબાદ હાઈકોર્ટે જણાવ્‍યું છે કે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ ૬૯ ફક્‍ત છેતરપિંડી અથવા છેતરપિડી દ્વારા બનેલા સંબંધોને સજા આપે છે, સંમતિથી થયેલા સંબંધ તૂટવાથી થતી નિરાશાને નહીં. કોર્ટે જણાવ્‍યું હતું કે લાંબા ગાળાના સંમતિથી બનેલા સંબંધને પછીથી કપટપૂર્ણ ગણી શકાય નહીં. કોર્ટે ખોટા વચન સાથે સંમતિથી સેક્‍સ કરવા બદલ IPC ની કલમ ૬૯ હેઠળ નોંધાયેલ કેસ રદ કર્યો. જોકે, અન્‍ય કલમો હેઠળ નોંધાયેલ FIR ની તપાસ ચાલુ રાખવાનો આદેશ આપવામાં આવ્‍યો છે. પોલીસ રિપોર્ટ રજૂ ન થાય ત્‍યાં સુધી અરજદારની ધરપકડ પર રોક લગાવવામાં આવી છે.

ન્‍યાયાધીશ સિદ્ધાર્થ વર્મા અને ન્‍યાયાધીશ અબ્‍દુલ શાહિદની ડિવિઝન બેન્‍ચે નિલેશ રામ ચંદાનીની અરજી સ્‍વીકારીને આ આદેશ જારી કર્યો હતો. ફરિયાદીએ નોઈડા સેક્‍ટર-૬૩ પોલીસ સ્‍ટેશનમાં કલમ ૩૫૨, ૩૫૧(૨), ૬૯ અને દહેજ પ્રતિબંધ કાયદા હેઠળ કેસ દાખલ કર્યો હતો. અરજદારના વકીલે જણાવ્‍યું હતું કે જોધપુરમાં LLM અભ્‍યાસ દરમિયાન દંપતી નજીક આવ્‍યા હતા અને જૂન ૨૦૨૩ માં તેમની સગાઈ થઈ હતી. લગ્ન નવેમ્‍બર ૨૦૨૪ માં થવાનું હતું, જેના માટે હોટેલ બુકિગ, કાર્ડ પ્રિન્‍ટિંગ અને ફોટોગ્રાફરનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. છોકરી પછાત વર્ગની હોવાની જાણ હોવા છતાં, અરજદારનો પરિવાર લગ્ન માટે સંમત થયો.

યુવતીના પિતા નોઈડામાં વીજળી વિભાગમાં કામ કરતા હતા. જોકે, જ્‍યારે લગ્ન અચાનક તૂટી ગયા, ત્‍યારે છોકરીએ FIR નોંધાવી, જેમાં આરોપ લગાવવામાં આવ્‍યો કે લગ્નના ખોટા વચનો દ્વારા સંબંધ સ્‍થાપિત થયો હતો. કોર્ટે ઠરાવ્‍યું કે લગ્ન કરવાનો સાચો ઇરાદો હોવાથી, તે છેતરપિંડી નથી. જોકે, ધાકધમકી અને હુમલાના આરોપોની તપાસ ચાલુ રહેશે. ત્‍યારબાદ કોર્ટે IPCની કલમ ૬૯ હેઠળના આરોપને ફગાવી દીધો, પરંતુ અન્‍ય કલમો હેઠળ દાખલ કરાયેલી FIRની તપાસ ચાલુ રાખવાનો આદેશ આપ્‍યો.

(9:58 AM IST)