તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Tuesday, 3rd February 2026
ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની તારીખ ચૂક્યા તો રૂ. ૭૫૦૦૦ની ફી ભરવી પડશે
બજેટના માધ્યમથી નિર્મલા સીતારમણે નવી જોગવાઈ દાખલ કરી : દંડની જોગવાઈ સામે અપીલમાં જવાની જોગવાઈ હોવાથી પેનલ્ટી શબ્દને બદલીને ફી શબ્દ ઉમેરવામાં આવ્યો : ફી ચૂકવ્યા વિના વિલંબથી ઓડિટ રિપોર્ટ ફાઈલ કરી શકાશે જ નહિ વિલંબ માફ કરવાની આવકવેીયા અધિકારીઓની સત્તા છીનવાઈ

નવી દિલ્હી તા.૩: નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવામાં વિલંબ કરનારાઓને છેલ્લી તારીખ વીતિ ગયા પછી ઓડિટ રિપોર્ટ ફાઈલ કરનારે રૂ. ૩૫૦૦૦ની હી ચૂકવવી પડશે. તેમાં બીજી સ્પષ્ટતા એ કરવામાં આવી છે. કે હવે આ પેનલ્ટી નહિ, પરંતુ ફી ગણવામાં આવશે. પેનલ્ટીને કાયદાકીય કોર્ટમાં પડકારી શકાતી હતી, તેથી પેનલ્ટી કર્યા પછી કોર્ટ કેસ થતાં હતા. તેને પડકારવામાં આવતી હતી, પરંતુ ફી સામે કોઈ જ કોર્ટમાં જવાની ગુંજાયશ નહિ. પહેલી એપ્રિલ ૨૦૨૬થી નવી જોગવાઈ લાગુ પડશે.
ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની છેલ્લી તારીખ વીતિ ગયા પછી રૂ. ૭૫૦૦૦ની ફી ભરવી પડશે, પરંતુ, તેની ઉપર પણ એક મહિનો કે વધુ સમય થઈ જાય અને ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવામાં નહિ આવ્યો હોય તો તે કંપનીને કે પછી પ્રોફેશનલ્સે રૂ. ૧.૫ લાખની ફી ચૂકવવી પડશે., એમ આવકવેરાના કાયદાના જાણકારનું કહેવું છે. જૂની કાયદાકીય જોગવાઈ મુજબ ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની તારીખ ચૂકી જનારાઓ તરફથી આવકવેરા અધિકારી સમક્ષ કરવામાં આવતી રજૂઆતમાં યોગ્ય લાગે તો અધિકારી પોતે જ ડિલે કોન્ડોન કરી દેતા હતા. પરિણામે કંપનીઓને આ સમસ્યા નડતી નહોતી. તેથી વિલંબ પછીય પેનલ્ટી થતી નહોતી. પરંતુ આ વખતના બજેટમાં અધિકારી પાસેથી ૭૫૦૦૦ની ફી લાગી જશ. પહેલી પેનલ્ટી વેવ કરવાની સત્તા જ છીનવી લેવામાં આવત હતી. જૂની પ્રોવિઝનમાં કંપનીના કુલ ટર્નઓવરના અડધા ટકા કે પછી રૂ. ૧.૫ લાખ બેમાંથી જે ઓછું હોય તેટલી પેનલ્ટી કરવામાં આવતી હતી.
પહેલી ફેબ્રુઆરી ૨૦૨૬ના રજૂ કરવામાં આવેલા બજેટમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં ઓડિટ રિપોર્ટ ફાઈલ ન થાય તો પહેલી ઓક્ટોબરે રૂ. ૭૫૦૦૦ની ફી લાગી જશે. પહેલી ઓક્ટોબર કે તે પછી ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવા માટે પહેલા ફી પેટે રૂ. ૭૫૦૦૦ જમા કરાવવા ફરજિયાત છે. આ ફી જમા ન કરાવે તો તેવા સંજોગોમાં તેમના ઓડિટ રિપોર્ટ અપલોડ થઈ શકતા નથી. એક મહિનાથી વધુ થાય તો દોઢ લાખ ભરવાના તે પછી જ રિપોર્ટ ફાઇલ થઇ શકશે.(૩૮.૧૬)
ઓડિટ રિપોર્ટ કોણે ફાઈલ કરવા પડે ?
ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાને પાત્ર વ્યક્તિઓ અને કંપનીઓમાં ૧૦ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ, ભાગીદારી પેઢીઓ, માલિક, પ્રોપરાયટર, એલએલપીને ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવા પડે છે. તેમ જ પ્રોફેશનલ્સમાં આવકના ૫૦ ટકાથી ઓછો નફો બતાવલા લોકોને ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવા પડે છે. તેમ જ ૧૦ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતી કંપનીએ રોકડમાં ટ્રાન્ઝેક્શન ૫ ટકાથી વધુ કર્યા હોય તો તેમને માટે પણ ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવો ફરજિયાત છે. પરિણામે હવે દરેક વ્યક્તિ સમયસર ઓડિટ રિપોર્ટ ફાઈલ કરતાં થઈ જશે. અત્યાર સુધી ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવામાં સુસ્તી દાખવનારાઓ ડિલે થવા માટે કારણો આપી દેતા હતા અને અધિકારીઓ સાથે સમજી લેતા હતા તેથી આ જોગવાઈ હોવા છતાં ઓડિટ રિપોર્ટ ફાઈલ થવામાં અસાધારાણ વિલંબ થતો હતો. હવે તેમાં વિલંબ થવાની શક્યતા ઘટી જશે. છતાંય વિલંબ કરનારાઓ રૂ. ૭૫,૦૦૦થી રૂ. ૧.૫ લાખની ફી ફરજિયાત ચૂકવવી જ પડશે.
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
