તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd February 2026
એક ઔંસ સોનાની કિંમત ૬,૩૦૦ ડોલર સુધી પહોંચી જશે
સોનાની કિંમતને લઈને જેપી મોર્ગનની સનસનાટીભરી ભવિષ્યવાણી : વૈશ્વિક બજારમાં એક ઔંસ સોનાની કિંમત ૫,૫૦૦ ડોલરથી ઘટીને ૪,૭૦૦ ડોલર થઈ ગઈ છે

નવી દિલ્હી, તા.૩: સાતમાં આસમાને પહોંચેલા સોનાના ભાવને લઈને સોનાના પ્રેમી હવે સોનાની કિંમતોમાં આવેલા ભારે ઘટાડાને જોઈને ચોંકી ગયા છે. માત્ર ૪ દિવસોમાં જ સોનાની કિંમત પ્રતિ કિલોગ્રામ માત્ર ૩૧,૦૦૦ રૂપિયા ઘટી ગઈ છે. આ ઈતિહાસનો સૌથી મોટો ઘટાડો છે.
સોનાના શોકીન, જેમણે આ ઘટાડાને જોયો છે, તે એ વાત પર ચર્ચા કરી રહ્યા છે કે, શું સોનાની કિંમત હજુ વધારે ઘટશે? અથવા સોનામાં ખરીદી કરવી જોઈએ? શું આમાં ફરીથી વધારાની કોઈ શકયતા છે? રોકાણ બેંકિંગ કંપની જેપી મોર્ગનની નવીનતમ ભવિષ્યવાણી સનસનીખેજ બની ગઈ છે. વર્તમાનમાં, વૈશ્વિક બજારમાં એક ઔંસ સોનાની કિંમત ૫,૫૦૦ ડોલરથી ઘટીને ૪,૭૦૦ ડોલર થઈ ગઈ છે. તે હાલ લગભગ ૪,૭૬૭ ડોલર પર કારોબાર કરી રહ્યું છે. થોડા જ દિવસોમાં આમાં ૭૦૦ ડોલરથી વધારેનો ઘટાડો આવ્યો છે. ભારતમાં એક પાઉન્ડ સોનાની કિંમત ૧,૪૭,૧૭૦ રૂપિયા છે.
જો કે, જેપી મોર્ગનનો અંદાજ છે કે, આ વર્ષના અંત સુધી એક ઔંસ સોનાની કિંમત ૬,૩૦૦ ડોલર સુધી પહોંચી જશે. તેનો અર્થ છે કે, સોનાની કિંમતો વર્તમાન સ્તરેથી ૩૨ ટકા વધવાની આશા છે. આ ગણતરીના આધાર પર સોનાની કિંમત પ્રતિ ઔંસ સરળતાથી ૨ લાખ રૂપિયા સુધી પહોંચવાની શકયતા છે. જેપી મોર્ગને સોનાની કિંમતોમાં આટલી વળદ્ધિના કારણોને સમજાયા છે. જેપી મોર્ગનનો અંદાજ છે કે, કેન્દ્રીય બેંકો અને રોકાણકારોની માંગના કારણે કિંમતોમાં વળદ્ધિ થશે.
જેપી મોર્ગન ચેસ એન્ડ કંપનીએ વાસ્તવિક પરિસંપત્તિઓની તુલનામાં દસ્તાવેજી પરિસંપત્તિઓના પ્રદર્શન પર કહ્યું કે, તેમનું માનવું છે કે, મધ્યમ ગાળામાં સોના પ્રત્યે મજબૂત સકારાત્મક દૃષ્ટિકોણ છે, કારણ કે આમાં પહેલાથી જ એક સ્પષ્ટ, સંરચનાત્મક અને નિરંતર વિવિધીકરણ સ્થાપિત છે, જેને વધારે વિકસિત કરવાની આવશ્યકતા છે. જેપી મોર્ગનનો અંદાજ છે કે, કેન્દ્રીય બેંક ૨૦૨૬માં ૮૦૦ ટન સોનું ખરીદશે.
બીજી તરફ, જેપી મોર્ગને ચાંદી વિશે કહ્યું કે, ગત વર્ષે ડિસેમ્બરથી ચાંદીની કિંમતોમાં ૮૦ ડોલર પ્રતિ ઔંશથી ઉછાળો આવ્યો છે. આ ઉછાળાના કારણોને ઓળખવા અને તેમનું સટીક આકલન કરવું મુશ્કેલ થઈ ગયું છે અને વધારે સતર્ક રહેવું આવશ્યક છે. ચાંદીની કિંમત, જે એક સમયે ૧૨૦ ડોલરથી વધારે હતી, હવે ઘટીને ૮૦ ડોલર થઈ ગઈ છે. હાલ તે લગભગ ૮૧ ડોલરની આસપાસ કારોબાર કરી રહી છે.
JPMorgan Chase & Co. એ જણાવ્યું હતું કે, આગામી અઠવાડિયામાં સોના-ચાંદીનો ગુણોત્તર વધુ વધી શકે છે, કારણ કે મધ્યસ્થ બેંકો સોનાની તુલનામાં ચાંદીના સક્રિય ખરીદદારો નથી. JPMorgaઁએ કહ્યું કે, સોનાની તુલનામાં ચાંદીમાં નોંધપાત્ર વધારો થયો છે, પરંતુ તે સંપૂર્ણપણે ઘટવાની શકયતા નથીૅ. તેથી, હાલ માટે, આપણે ચાંદી માટે સરેરાશ ઉપલા સપોર્ટ $૭૫ થી $૮૦ પ્રતિ ઔંસની આસપાસ જોઈએ છીએ. આ અમારી અગાઉની અપેક્ષાઓ કરતા વધારે છે.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
