હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પરીક્ષાનો તણાવ થશે દૂર: પીએમ મોદી 6 ફેબ્રુઆરીએ આપશે સફળતાના મંત્ર, 'પરીક્ષા પે ચર્ચા' ની તારીખ જાહેર
નવા અંદાજમાં યોજાશે PPC 2026: 4.5 કરોડથી વધુ રજિસ્ટ્રેશન સાથે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ તરફ મક્કમ ડગ

નવી દિલ્હી: બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓના મનમાંથી ડર ભગાડવા અને આત્મવિશ્વાસ વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો લોકપ્રિય કાર્યક્રમ 'પરીક્ષા પે ચર્ચા' (PPC 2026) પરત આવી રહ્યો છે. પીએમ મોદીએ તેમના સત્તાવાર 'X' એકાઉન્ટ પરથી જાહેરાત કરી છે કે આ વખતે આ ખાસ એપિસોડ 6 ફેબ્રુઆરી, 2026 ના રોજ પ્રસારિત કરવામાં આવશે.
નવા ફોર્મેટમાં જોવા મળશે પીએમ મોદી:
અત્યાર સુધી આ કાર્યક્રમ દિલ્હીના સ્ટેડિયમમાં લાઈવ યોજાતો હતો, પરંતુ આ વખતે તેમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પીએમ મોદીએ પોતે દેશના અલગ-અલગ શહેરો જેવા કે દેવમોગરા (ગુજરાત), કોઈમ્બતુર, રાયપુર અને ગુવાહાટીની મુલાકાત લઈને વિદ્યાર્થીઓ સાથે સીધી વાતચીત કરી છે. આ પ્રવાસના અને 7-LKM (પીએમ નિવાસસ્થાન) ખાતે થયેલી ચર્ચાઓના ખાસ વીડિયો 6 ફેબ્રુઆરીએ રિલીઝ કરવામાં આવશે.
રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન:
આ વર્ષે 'પરીક્ષા પે ચર્ચા' એ લોકપ્રિયતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. કાર્યક્રમ માટે કુલ 4.5 કરોડથી વધુ અરજીઓ મળી છે, જેમાં 4.19 કરોડ વિદ્યાર્થીઓ, 24 લાખથી વધુ શિક્ષકો અને 6 લાખથી વધુ વાલીઓનો સમાવેશ થાય છે. ગયા વર્ષના 3.5 કરોડના રેકોર્ડને આ વખતે પાર કરી દેવામાં આવ્યો છે, જેનાથી ફરી એકવાર ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનવાની શક્યતા સેવાઈ રહી છે.
તમે ક્યાં જોઈ શકશો આ કાર્યક્રમ?
વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો નીચેના પ્લેટફોર્મ પર આ કાર્યક્રમ લાઈવ નિહાળી શકશે:
- MyGov પોર્ટલ: mygov.in/ppc-2026
- દૂરદર્શન અને ઓલ ઈન્ડિયા રેડિયો
- પીએમ મોદીની સત્તાવાર યુટ્યુબ ચેનલ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સ
- તમામ અગ્રણી ખાનગી ન્યૂઝ ચેનલો
વડાપ્રધાન મોદીએ ટ્વીટમાં જણાવ્યું કે, "મારા યુવા મિત્રો સાથે પરીક્ષાના તણાવમુક્ત વાતાવરણ અને અન્ય વિષયો પર ચર્ચા કરવી હંમેશા આનંદદાયક હોય છે."









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
