News of Tuesday, 3rd February 2026
કોણ છે મોહસીન નકવીની પત્ની વર્દા અશરફ? પિતાની હત્યા છતાં ટિકટોકની દુનિયામાં જમાવી ધાક
T20 વર્લ્ડ કપના બહિષ્કાર વચ્ચે PCB ચીફની પત્ની ચર્ચામાં, શક્તિશાળી રાજકીય પરિવાર સાથે છે સીધો સંબંધ

ઈસ્લામાબાદ, તા.3: હાલમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના વડા મોહસીન નકવી ભારત સામેની T20 વર્લ્ડ કપ મેચના બહિષ્કારના નિર્ણયને લઈને આખા વિશ્વમાં ચર્ચામાં છે. જોકે, આ વિવાદોની વચ્ચે તેમની પત્ની વર્દા અશરફ વિશેના રહસ્યો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વર્દા અશરફ માત્ર એક ગૃહિણી નથી, પરંતુ પાકિસ્તાનના અત્યંત પ્રભાવશાળી રાજકીય પરિવારની પુત્રી અને લોકપ્રિય ટિકટોક સ્ટાર છે.
પિતાની હત્યા અને રાજકીય વારસો:
વર્દા અશરફનો ઈતિહાસ સંઘર્ષ અને સત્તાના સંગમ જેવો છે. તે ગુજરાંવાલાના પ્રખ્યાત SSP અશરફ માર્થની પુત્રી છે. વર્ષ 1997માં એક પ્રતિબંધિત ધાર્મિક સંગઠન દ્વારા તેમના પિતાની ઘર પાસે જ ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આટલું જ નહીં, વર્દા પાકિસ્તાનના દિગ્ગજ નેતા અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચૌધરી પરવેઝ ઈલાહીની સગી ભત્રીજી છે. આ મજબૂત રાજકીય જોડાણને કારણે વર્દા પાકિસ્તાનના પાવર સેન્ટરમાં મહત્વનું સ્થાન ધરાવે છે.
ટિકટોક સ્ટાર અને લો-પ્રોફાઈલ લાઈફ:
પોતાના પતિ મોહસીન નકવી જે હંમેશા મીડિયાના કેમેરા સામે રહે છે, તેનાથી વિપરીત વર્દા અશરફ અંગત જીવનમાં લો-પ્રોફાઈલ રહેવાનું પસંદ કરે છે. જોકે, ડિજિટલ દુનિયામાં તેની લોકપ્રિયતા ગજબની છે. તે ટિકટોક પર અત્યંત સક્રિય છે અને ત્યાં તેના લાખો ફોલોઅર્સ છે. તેના ચાર બાળકો (એક પુત્ર અને ત્રણ પુત્રીઓ) સાથેના ફોટા અને વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવે છે.
વિવાદો સાથે નાતો:
તાજેતરમાં દુબઈમાં મિલકતોની કથિત માલિકીને લઈને પણ વર્દા અશરફનું નામ હેડલાઈન્સમાં આવ્યું હતું. પાકિસ્તાની રાજકારણમાં શક્તિશાળી પકડ ધરાવતા નકવી પરિવારના આ સભ્યો અત્યારે રમતગમતથી લઈને રાજકારણ સુધીના વિવાદોમાં કેન્દ્રસ્થાને છે. 15 ફેબ્રુઆરીએ ભારત સામેની મેચ અંગે પાકિસ્તાનના વલણને લઈને વર્દાના પતિ મોહસીન નકવી પર આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ વધી રહ્યું છે.
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
