News of Tuesday, 3rd February 2026
સોના-ચાંદીમાં ભડકો: સોનાના ભાવમાં ૫ ટકાનો તોતિંગ ઉછાળો, ચાંદીમાં ૧૨ ટકાની તેજી સાથે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર અપર સર્કિટ: ન્યુઝ ફર્સ્ટ
ઔદ્યોગિક માંગ નીકળતા અને વૈશ્વિક સંકેતોને પગલે ચાંદીના વાયદાના ભાવમાં ૧૨ ટકાનો રેકોર્ડબ્રેક ઉછાળો આવતા માર્કેટમાં અપર સર્કિટ લાગી

મુંબઈ: વૈશ્વિક બજારોમાં અસ્થિરતા અને લગ્નસરાની સિઝન વચ્ચે આજે ભારતીય બુલિયન માર્કેટમાં ઐતિહાસિક તેજી જોવા મળી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સોના અને ચાંદીના ભાવે નવી ઊંચાઈ સર કરી છે. સોનાના ભાવમાં એક જ દિવસમાં ૫ ટકાનો જબરદસ્ત ઉછાળો નોંધાયો છે, જેના કારણે રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
બીજી તરફ, ચાંદીમાં તોફાની તેજી જોવા મળી છે. ઔદ્યોગિક માંગ નીકળતા અને વૈશ્વિક સંકેતોને પગલે ચાંદીના વાયદાના ભાવમાં ૧૨ ટકાનો રેકોર્ડબ્રેક ઉછાળો આવતા માર્કેટમાં અપર સર્કિટ લાગી ગઈ હતી.
નિષ્ણાતોના મતે, આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાજદરમાં ફેરફાર અને સુરક્ષિત રોકાણ તરફના વલણને કારણે કિંમતી ધાતુઓમાં આ ચમકારો જોવા મળ્યો છે. ગ્રાહકો માટે સોનું ખરીદવું હવે વધુ મોંઘું બનશે, પરંતુ જૂના રોકાણકારોને મોટો ફાયદો થયો છે.
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
