<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

ભારતીય રૂપિયાનું શાનદાર કમબેક: ૨૦૧૩ પછીનો સૌથી મોટો એક દિવસીય ઉછાળો: ડોલર સામે રૂપિયો મજબૂત થઈ ૧ ડોલર = ૱ ૯૦ની સપાટીએ

રૂપિયાની આ મજબૂતીથી આયાતકારોને, ખાસ કરીને ક્રૂડ ઓઈલની આયાતમાં મોટી રાહત મળશે

મુંબઈ: ભારતીય અર્થતંત્ર માટે આજે એક સારા સમાચાર આવ્યા છે. અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત થયો છે. વિદેશી મુદ્રા બજારમાં આજે રૂપિયાએ ૧૩ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ૨૦૧૩ બાદ પ્રથમ વખત રૂપિયામાં એક જ દિવસમાં આટલો મોટો સુધારો જોવા મળ્યો છે.
બજાર બંધ રહ્યું ત્યારે ૧ અમેરિકન ડોલરનો ભાવ ૯૦ રૂપિયા નોંધાયો હતો. છેલ્લા કેટલાક સમયથી ડોલર સામે રૂપિયો દબાણમાં હતો, પરંતુ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની દરમિયાનગીરી અને વિદેશી ભંડોળના પ્રવાહને કારણે રૂપિયામાં રિકવરી આવી છે.
આજના વેપાર દરમિયાન ડોલર ઇન્ડેક્સમાં નરમાઈ જોવા મળી હતી, જેનો સીધો ફાયદો ભારતીય ચલણને થયો છે. રૂપિયાની આ મજબૂતીથી આયાતકારોને, ખાસ કરીને ક્રૂડ ઓઈલની આયાતમાં મોટી રાહત મળશે અને મોંઘવારી નિયંત્રણમાં રાખવામાં મદદ મળશે.

(7:17 PM IST)