<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

ભાઈ ભાઈઃ લગ્નમાં ૭૧ લાખ રોકડા અને ૨૧ તોલા સોનું દાનમાં મળ્‍યું

યુટ્‍યુબર અરુણ પંવારને દહેજ નહીં દાન મળ્‍યું: સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો ખૂબ વાયરલ

ગુરુગ્રામ તા.૪: હરિયાણાના ગુરુગ્રામમાં રહેવાસી ઓટોમોબાઈલ યુટ્‍યુબર અરુણ પંવાર પોતાની એક રસમનો વીડિયોને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આજે એટલે કે, ૩ ફેબ્રુઆરીના રોજ યુટ્‍યુબર અરુણ પંવાર લગ્નના બંધને બંધાયો છે. તેના લગ્ન પહેલા સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેના લગ્ન સમારંભ દરમિયાન ૭૧ લાખ રૂપિયા રોકડા અને ૨૧ તોલા સોનાના દાગીનાનો ઉલ્‍લેખ કર્યો છે.

આ વીડિયો ખુદ અરુણ પંવારે પોતાના ઇન્‍સ્‍ટાગ્રામ પર શેર કર્યો છે, જે બાદ તે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક વ્‍યક્‍તિ કાગળ વાંચવા આ દહેજ નહીં પણ દાન ગણાવી રહ્યો છે. તેની સાથે કોને શું મળ્‍યું છે, તેની આખી યાદી વાંચી સંભળાવે છે.

વીડિયોમાં જણાવે છે કે અરુણ પંવાર, તેના પિતા, તાઉ, ભાઈ, મા, બહેન, ભાભી સહિત પરિવારના અન્‍ય સભ્‍યોને પણ સોનાના દાગીના આપવામાં આવ્‍યા છે. કુલ મળીને ૨૧ તોલા સોનું અને ૭૧ લાખ રૂપિયા રોકડા આપવાની વાત કહેવાઈ છે, જેને દાન ગણાવી રહ્યા છે.

અરુણ પંવાર મૂળ સોહનાના ઇંદરી ગામનો રહેવાસી છે. તેના લગ્નની વિધિ ૩૦ જાન્‍યુઆરીના રોજ થઈ હતી. અરુણની થનારી પત્‍નીનું નામ ડો. તિથિ છે. જેનો પરિવાર પલવલમાં રહે છે. બંનેના લગ્ન નેશનલ હાઈવે-૧૯ પર આવેલા એક ફાર્મ હાઉસમાં થઈ રહ્યા છે.

અરુણ પંવાર મૂળ સોહનાના ઇંદરી ગામનો રહેવાસી છે. તેના લગ્નની વિધિ ૩૦ જાન્‍યુઆરીના રોજ થઈ હતી. અરુણની થનારી પત્‍નીનું નામ ડો. તિથિ છે. જેનો પરિવાર પલવલમાં રહે છે. બંનેના લગ્ન નેશનલ હાઈવે-૧૯ પર આવેલા એક ફાર્મ હાઉસમાં થઈ રહ્યા છે.

અરુણ પંવાર યુટ્‍યુબ પર ઓટોમોબાઈલ સાથે જોડાયેલા કન્‍ટેન્‍ટ બનાવે છે. તેણે BCAનો અભ્‍યાસ કર્યો છે, પણ શરૂઆતથી તેને કાર અને ટેકનોલોજીમાં ખાસ રસ હતો, અરુણ પંવારની યુટ્‍યુબ ચેનલ પર ૨.૪૧ મિલિયન સબસ્‍ક્રાઇબર છે.

અરુણે ૨૦૧૯માં પોતાની યુટ્‍યુબ ચેનલ શરૂ કરી હતી. તેની ચેનલ પર કાર રિવ્‍યૂ, નવી ગાડીઓની જાણકારી, માઇલેજ, ફીચર્સ અને ઓનરશિપ એક્‍સપિરિયન્‍સ જેવા વીડિયો જોવા મળે છે. તેની સરળ ભાષા અને રિયલ એક્‍સપિરિયન્‍સ આધારિત જાણકારી તેને દર્શકો વચ્‍ચે ખાસ બનાવે છે.

ડિજિટલ પ્‍લેટફોર્મ પર સફળતા બાદ અરુણ પંવાર પાસે કિયા સેલ્‍ટોસ, ફોર્ડ એન્‍ડવર, ટોયોટા ફોર્ચ્‍યુનર અને મહિન્‍દ્રા થાર જેવી લક્‍ઝરી કાર છે. તેની સાથે તેણે ઓટોમોબાઈલ સાથે જોડાયેલા ઓનલાઈન બિઝનેસમાં પણ એન્‍ટ્રી કરી છે.

(10:25 AM IST)