હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મુનવ્વર રાણાની પુત્રીને ત્રણ તલાક આપીને પતિએ કાઢી મૂકી
હિબાએ તેના પતિ અને સાસુ પર દહેજ ઉત્પીડનનો આરોપ લગાવ્યો

લખનઉ તા.૪: ઉત્તર પ્રદેશના લખનઉમાં શાયર મુનવ્વર રાણાની પુત્રી હિબા રાણાને ટ્રિપલ તલાકનો કેસ સામે આવ્યો છે. હિબાએ તેના પતિ અને સાસુ પર દહેજ ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. સઆદતગંજ પોલીસ સ્ટેશને કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
યુપીના લખનઉમાં ત્રિપલ તલાકનો મામલો ફરી એકવાર સામે આવ્યો છે. આ વખતે જાણિતા વ્યક્તિની દિકરીને ત્રણ તલાક આપવામાં આવ્યા છે. મશહૂર શાયર મુનવ્વર રાણાની પુત્રી હિબા રાણાને ટ્રિપલ તલાક અપાતા કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ સામે આવતાની સાથે જ ચર્ચાનો વિષય બની ગયો છે.
પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઇઆર મુજબ નિકાહ પછી જ્યારે હિબા રાણા તેના સાસરિયાના ઘરે ગઈ ત્યારે સાકિબ અને તેના પિતાએ વધારાના વીસ લાખ રૂપિયાની માંગણી કરી. દહેજ ઇચ્છનારાઓની માંગણીઓ તેમના વૈવાહિક જીવન પર નકારાત્મક અસર ન પડે તે માટે ઘણી વખત પૂર્ણ કરવામાં આવી. હિબા રાણા અને સાકિબને બે બાળકો છે એક પુત્ર અને એક પુત્રી. સાકિબ હિબા રાણાને માર મારતો હતો.
એફઆઇઆરમાં એ વાતનો ઉલ્લેખ પણ છે કે ૯ એપ્રિલ ૨૦૨૫ ના રોજ હિબા રાણાને તેના પતિ દ્વારા ખૂબ માર મારવામાં આવ્યો હતો અને દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. જ્યારે પીડિતાની બહેન અર્શિયા રાણા તેમને મળવા ગઈ ત્યારે સાકિબ ગુસ્સે થઈ ગયો તેણીને ગાળો બોલી અને તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આ વચ્ચે સાકિબે હિબા રાણાને ત્રણ વખત તલાક આપી તેણીને ઘરની બહાર નીકાળી દીધી અને બંને બાળકોને એક રૂમમાં બંધ કરી દીધા.
હિબા રાણાની ફરિયાદના આધારે સઆદતગંજ પોલીસ સ્ટેશને કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે અને આરોપોના આધારે આગળની કાનૂની કાર્યવાહી કરી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
