<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

૩૦૦ યુવતીઓના અંગત પળોના વીડિયો બનાવી વિદેશમાં વેચવાનું નેટવર્ક ઝડપાયું

ઉતર પ્રદેશના બસ્‍તીમાં કથિત લવ જિહાદનો એક ચોંકાવનારો મામલો સામે આવ્‍યો

બસ્‍તી તા.૪: ઉતર પ્રદેશના બસ્‍તીમાં કથિત લવ જિહાદનો એક ચોંકાવનારો મામલો સામે આવ્‍યો છે. અહીં એક હિન્‍દુ યુવતીએ એક મુસ્‍લિમ યુવક પર આરોપ લગાવ્‍યો છે કે, તેને ઓળખ છુપાવીને નજીકના સંબંધો બાંધવા દુષ્‍કર્મ કર્યું, યુવતીને ત્‍યારે ખબર પડી જ્‍યારે આરોપી યુવકે તેને ધમકાવી અને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કર્યું. પીડિતાએ પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું છે કે, આરોપી અને તેના ભાઈએ અંદાજિત ૩૦૦થી વધુ છોકરીઓને પ્રેમજાળમાં ફસાવી છે. એ તમામના વીડિયો બનાવી તેને અલગ અલગ રાજ્‍યો અને નેપાળ જેવા દેશોમાં દેહ વેપાર માટે ધકેલવામાં આવી છે.

બસ્‍તી પોલીસે આ મામલે લાંબા સમયથી ફરાર વોન્‍ટેડ આરોપી અઝફારુલ હક ઉર્ફે પ્રિન્‍સને મુંબઈના બ્રાંદ્રા વિસ્‍તારમાંથી ઝડપી લીધો છે તે ૨૫ હજારનો ઈનામી આરોપી હતો. તેની સામે પહેલાથી જ ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે. પોલીસના જણાવ્‍યા મુજબ, હાલમાં એક યુવતીએ આરોપ લગાવ્‍યો હતો કે આરોપીએ ઓળખ છુપાવીને તેને સાથે શારીરિક સંબંધ બાંધ્‍યા અને દુષ્‍કર્મ આચર્યું. જ્‍યારે યુવતીને આરોપી અંગે ખબર પડી ત્‍યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ, તેને પૂછ્‍યું તો તેને ધમકીઓ આપવામાં આવી, પીડિતાની ધરપકડ બાદ બસ્‍તી કોતવાલી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ દાખલ કરી વધુ તપાસ તેજ કરી છે.

પોલીસ તપાસ બાદ ખુલાસો થયો છે કે, આરોપી પહેલાથી લૂંટ, ખંડણી અને છેતરપિડી જેવા ૨૦થી વધુ કેસનો ગુનેગાર છે. તે સતત પોતાનું લોકેશન બદલી પોલીસને ચકમો આપતો હતો. જે બાદ બસ્‍તી એસપીના આદેશ બાદ સ્‍વાટ ટીમ અને સધન દેખરેખ અને ટેકનિકલ પાસાઓ પર નજર રાખી હતી, છેલ્‍લે મુંબઈમાંથી ફરાર આરોપી અઝફારુલ હકની ધરપકડ કરવામાં આવી છે.

હવે તેના રિમાન્‍ડની માંગણી કરી કડક હાથે પૂછપરછ કરવામાં આવશે. જેથી આ મામલાઓમાં અન્‍ય કોણ કોણ સામેલ છે અને પીડિત છે તેની જાણકારી લઈ શકાય, પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આરોપી ક્‍યાંક કોઈ સંગઠિત ગેંગ સાથે તો જોડાયેલો નથી? આ ઘટના બાદ હિન્‍દુ સામાજિક સંગઠનોએ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માગ કરી છે. હાલમાં બસ્‍તી પોલીસ સમગ્ર મામલે ગંભીરતા દાખવી કામ કરી રહી છે.

પીડિતાએ આરોપ સાથે આપવીતી જણાવતા કહ્યું કે, મને ૨૦૨૩માં આ યુવક મળ્‍યો હતો, તેને મને હિન્‍દુના રૂપમાં ઓળખ આપી હતી, જે બાદ અમારા બંને વચ્‍ચે વાતચીત વધી, તેને મારા ઉપર બંદૂક તાણીને દુષ્‍કર્મ આચર્યું હતું. તે બાદ મને લગ્નની લાલચ આપી ઘણા દિવસ સુધી મને રાહ જોવડાવી, એક દિવસ તે મને તેના ઘરે લઈ ગયો, ત્‍યારે મને ખબર પડી કે તે મુસ્‍લિમ છે, ત્‍યાં તેના પરિવારે મારા પર ધર્મ પરિવર્તનનું દબાણ કર્યું, તેના પછી એક રૂમમાં મને બંધ કરી દીધી હતી. જ્‍યાં યુવકે અને તેના ભાઈએ મારી સાથે વારંવાર ખોટું કામ કર્યું, અન્‍ય એક ઈસમ પણ આવ્‍યો હતો જેને પણ મારી સાથે દુષ્‍કર્મ કર્યું.

આ સાથે પીડિતાએ એ પણ દાવો કર્યો કે, આરોપી યુવક અને તેનો પરિવાર સેકસ રેકેટ સાથે સંકળાયેલા છે, તેમના આતંકીઓ સાથે સંબંધ છે. તે લોકો પહેલા છોકરીઓને પ્રેમજાળમાં ફસાવે છે, બાદમાં શારીરિક સંબંધ બનાવે છે અને તે પછી તેને બ્‍લેકમેલ કરે છે, ૩૦૦થી વધુ હિન્‍દુ છોકરીઓ તેનો શિકાર થઈ ચૂકી છે, જેમાંથી હું પણ એક હિદુ છું, ન જાણે કેટલી છોકરીઓને તેને વેચી પણ હશે.

હાલ તો પોલીસે મુખ્‍ય આરોપી અઝફારુલ હકને ઝડપી લીધો છે અન્‍ય ૭ સામે ફરિયાદ દાખલ કરી છે, જેમાં આરોપીના પરિવારજનો પણ સામેલ છે. સૂત્ર મુજબ આ રેકેટના તાર નેપાળ અને અન્‍ય રાજ્‍યોમાં ફેલાયેલા છે. ઘણી પીડિતાઓને નેપાળ અને અન્‍ય દેશમાં પણ મોકલવામાં આવી છે.

 

(10:37 AM IST)