તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 4th February 2026
દિલ્હી અસુરક્ષિત... માત્ર ૨૭ દિવસમાં ૮૦૭ લોકો ગુમ
૧૧ વર્ષમાં ૬૦ હજાર બાળકો લાપતાઃ ગુમ થવાનો સિલસિલો અત્યંત ડરામણી હદે વધી રહ્યો છે

નવી દિલ્હી તા.૪: દેશની રાજધાની દિલ્હીમાં લોકોના ગુમ થવાનો સિલસિલો અત્યંત ડરામણી હદે વધી રહ્યો છે. વર્ષ ૨૦૨૬ના માત્ર પ્રથમ ૨૭ દિવસના આંકડાઓ પર નજર કરીએ તો કુલ ૮૦૭ લોકો લાપતા થયા છે, જેનો અર્થ એ થયો કે રાજધાનીમાં દરરોજ સરેરાશ ૨૭ લોકો ગાયબ થઈ રહ્યા છે.
ગુમ થયેલા લોકોમાં ૧૩૭ જેટલા માસૂમ બાળકો પણ સામેલ છે, જેમનો અત્યાર સુધી કોઈ પત્તો મળ્યો નથી. જોકે દિલ્હી પોલીસ આ મામલે સતત તપાસ કરી રહી છે અને અત્યાર સુધીમાં ૮૦૭ પૈકી ૨૩૫ લોકોને ટ્રેસ કરવામાં સફળતા મળી છે, પરંતુ હજુ પણ ૫૩૮ લોકોની શોધખોળ જારી છે. સરેરાશ જોતા પોલીસ દરરોજ ૯ લોકોને શોધી કાઢે છે, પરંતુ તેની સામે ગુમ થનારાનો આંકડો ઘણો મોટો છે.
ઝિપનેટ જેવી પોલીસ ડેટાબેઝ સિસ્ટમના આંકડા દર્શાવે છે કે આ સમસ્યા વર્ષોથી ચાલી આવે છે. ગુમ થનારા લોકોમાં સૌથી વધુ સંખ્યા મહિલાઓ અને કિશોરીઓની જોવા મળી રહી છે. ૨૦૨૬ના શરૂાતના ૨૭ દિવસમાં ૬૧૬ પુખ્ત વયના લોકો ગુમ થયા છે, જેમાંથી માત્ર ૧૮૧નો પત્તો લાગ્યો છે અને ૪૩૫ પુખ્ત વ્યક્તિઓ હજુ પણ લાપતા છે. તેવી જ રીતે ૧૯૧ સગીરોના કિસ્સામાં માત્ર ૪૮ બાળકોને પોલીસ ટ્રેસ કરી શકી છે, જ્યારે ૧૩૭ સગીરો હજુ તેમના પરિવારથી દૂર છે.
રાજધાનીમાં છેલ્લા ૧૧ વર્ષમાં ૫૫૫૯ બાળકો ગાયબ થયા છે, જેમાંથી ૬૯૫ બાળકોનું શું થયું તે કોઈ જાણતું નથી. વર્ષ ૨૦૧૬થી ૨૦૨૬ વચ્ચેનો ડેટા જોઈએ તો કુલ ૬૦,૬૯૪ બાળકો ગુમ થયા હતા, જેમાંથી ૫૩,૭૬૩ બાળકો મળી આવ્યા છે પરંતુ આશરે ૧૧ ટકા એટલે કે ૬,૯૩૧ બાળકો હજુ પણ ટ્રેસ થયા નથી. ચાલુ વર્ષના શરૂઆતના દિવસોમાં ગુમ થયેલા ૧૩ બાળકોમાંથી માત્ર ત્રણ જ મળી શક્યા છે. વર્ષ ૨૦૨૫માં ૫૯૧૫ બાળકો ગાયબ થયા હતા અને તેમાંથી ૧૪૯૧ બાળકો હજુ સુધી મળ્યા નથી. આ આંકડાઓ છતાં પણ આ બાળકો ક્યાં ગાયબ થઈ જાય છે તેનો જવાબ પોલીસ તંત્ર પાસે પણ નથી.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
