News of Wednesday, 4th February 2026
દિલ્લી સહિત અનેક રાજ્યોમાં ઘન ધુમ્મસને કારણે રેલવે વ્યવહાર ખોરવાયો: રાજધાની, દૂરંતો સહિતની મહત્વની એક્સપ્રેસ ટ્રેનો 6 થી 13 કલાક સુધી મોડી
દિલ્લી-હાવરા રૂટની ટ્રેનો પર વધુ અસર: ટ્રેનો મોડું ચાલવાના કારણે હજારો મુસાફરો સ્ટેશનો પર ફસાયા

નવી દિલ્હી :ઉત્તર ભારતમાં ધુમ્મસનો કહેર યથાવત્ રહેતા જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. દિલ્લી સહિત અનેક રાજ્યોમાં ઘન ધુમ્મસને કારણે રેલવે વ્યવહાર ખોરવાયો છે. રાજધાની, દૂરંતો સહિતની મહત્વની એક્સપ્રેસ ટ્રેનો 6 થી 13 કલાક સુધી મોડી ચાલી રહી છે, જેમાં ખાસ કરીને દિલ્લી-હાવરા રૂટની ટ્રેનો પર વધુ અસર જોવા મળી રહી છે. ટ્રેનો મોડું ચાલવાના કારણે હજારો મુસાફરો સ્ટેશનો પર ફસાયા છે અને તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે. રેલવે વિભાગ દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રેનો ધીમી ગતિએ ચલાવવામાં આવી રહી છે, જેના કારણે વિલંબ વધ્યો છે.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
