હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મ્યાનમારમાં ૬.૦ની તીવ્રતાનો ભૂકંપ : કોલકાતામાં પણ ધ્રૂજી ધરા
હાલ કોઇ જાનહાનિ કે નુકશાનના સમાચાર મળ્યા નથી

નવી દિલ્હી, તા.૪: મ્યાનમારમાં ભૂકંપનું કેન્દ્ર મગવે ક્ષેત્રમાં યેનાંગયોંગથી લગભગ ૯૫ કિમી પશ્ચિમમાં હતું, જેની ઊંડાઈ આશરે ૧૦-૫૭ કિમી નોંધાઈ હતી. આ ભૂકંપના આંચકા ઘણા મોટા વિસ્તારોમાં અનુભવાયા હતા. કોલકાતામાં પણ લોકોએ ધરતીમાં ધ્રુજારી અનુભવી છે.
મ્યાનમારમાં થોડા સમય પહેલા ભૂકંપના શક્તિશાળી આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા ૬.૦ હોવાનું જણાવાયું છે. તેનું કેન્દ્ર મગવે ક્ષેત્રમાં યેનાંગયોંગથી લગભગ ૯૫ કિમી પશ્ચિમમાં હતું. આ ભૂકંપના આંચકા પડોશી દેશો સુધી ફેલાયા હતા અને પશ્ચિમ બંગાળના કોલકાતામાં પણ લોકોએ ધ્રુજારી અનુભવી હતી.
ભારતીય હવામાન વિભાગ (IMD)ના એક અધિકારીએ જણાવ્યું કે, ભૂકંપ રાત્રે લગભગ ૯.૦૫ વાગ્યે આવ્યો હતો અને તે થોડી સેકન્ડો સુધી ચાલ્યો હતો. ઊંચી ઇમારતોમાં રહેતા રહેવાસીઓ અને ઓફિસ કર્મચારીઓએ આંચકા અનુભવ્યા હોવાનું જણાવ્યું હતું. હાલ સુધી કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર મળ્યા નથી. અધિકારીએ વધુમાં કહ્યું કે, ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારમાં હતું અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૬.૧ નોંધાઈ હતી. અમે આ ભૂકંપની સટીક જાણકારી અને સ્થાનની પુષ્ટિ કરી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
