<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

અયોધ્યામાં અવિમુક્તેશ્વરાનંદના પ્રવેશ પર પ્રતિબંધ: જગદગુરુ પરમહંસ આચાર્યનું એલાન: રામજન્મભૂમિમાં વિવાદિત નિવેદનોને પગલે દિગ્ગજ હિન્દુ સંતો સામસામે; અયોધ્યાની મર્યાદા જાળવવા આકરો નિર્ણય

અયોધ્યામાં સંતો વચ્ચેનો આંતરિક વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. જગદગુરુ પરમહંસ આચાર્યએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદને હવે અયોધ્યાની પવિત્ર ધરતી પર પ્રવેશવા દેવામાં આવશે નહીં. 

 

પરમહંસ આચાર્યના જણાવ્યા અનુસાર, અવિમુક્તેશ્વરાનંદ સતત સનાતન ધર્મ અને રામ મંદિરના નિર્માણ અંગે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરીને ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડી રહ્યા છે. 

 

આ નિર્ણયને પગલે અયોધ્યાના શ્રદ્ધાળુઓ અને અન્ય સંતોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. સ્થાનિક વહીવટીતંત્ર પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સતર્ક થઈ ગયું છે.

(10:47 AM IST)