<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

અમેરિકા સાઉદી અરેબિયાને ‘એફ-૧૫’ ફાઇટર જેટના સ્પેરપાર્ટ્સ પૂરા પાડશે: મધ્ય પૂર્વમાં સુરક્ષા મજબૂત કરવા મોટો સોદો; દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોમાં નવી ઉર્જા

અમેરિકાએ સાઉદી અરેબિયાની વાયુસેનાને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પેન્ટાગોન દ્વારા જાહેર કરાયેલ વિગતો મુજબ, સાઉદી અરેબિયાને તેના ‘એફ-૧૫’ ફાઇટર જેટના મેન્ટેનન્સ અને સ્પેરપાર્ટ્સ પૂરા પાડવામાં આવશે. 

આ સંરક્ષણ સોદો મધ્ય પૂર્વના દેશોમાં સુરક્ષા અને સ્થિરતા જાળવવા માટે મહત્વનો માનવામાં આવે છે. 

લાંબા સમયથી ચાલી રહેલી વાટાઘાટો બાદ આ મંજૂરી મળતા સાઉદી અરેબિયાની સંરક્ષણ ક્ષમતામાં મોટો વધારો થશે, જે ખાસ કરીને પ્રાદેશિક જોખમો સામે લડવામાં મદદરૂપ સાબિત થશે.

(11:05 AM IST)